Mumbai: સેંટ જોસેફ સ્કૂલમાં 22 બાળકો કોરોના પોઝિટિવ, ચાર 12 વર્ષથી નાના
કોરોના (Coronavirus) ના ઘટતા જતા કેસ વચ્ચે ઝડપથી અનલોક (Unlock) થઇ રહ્યું છે. અનલોકની પ્રક્રિયા વચ્ચે મોટાભાગના રાજ્યોમાં સ્કૂલ પણ ખોલવામાં (Schools Reopen) આવી છે.
મુંબઇ: કોરોના (Coronavirus) ના ઘટતા જતા કેસ વચ્ચે ઝડપથી અનલોક (Unlock) થઇ રહ્યું છે. અનલોકની પ્રક્રિયા વચ્ચે મોટાભાગના રાજ્યોમાં સ્કૂલ પણ ખોલવામાં (Schools Reopen) આવી છે. આ દરમિયાન મુંબઇ (Mumbai) થી ચિંતાના સમાચાર આવ્યા છે. મુંબઇની સેંટ જોસેફ સ્કૂલમાં 22 બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેમાંથી ચાર 12 વર્ષથી નાના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં અત્યારે સ્થિતિ વધુ સારી નથી. મહારાષ્ટ્ર અત્યારે પણ કોરોનાથી વધુ પ્રભાવિત ચાર રાજ્યોમાં છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ એવા રાજ્ય છે જેમાં કોવિડના એક્ટિવ કેસ 10,000 થી 1,00,000 વચ્ચે છે. દેશમાં કુલ એક્ટિવ કેસના કેરલમાં 51%, મહારાષ્ટ્રમાં 16%, અને બાકી 3 રાજ્ય (કર્ણાટક, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ)ના 4%-5% યોગદાન છે.
Health ministry: કોરોનાની બીજી લહેર હજુ યથાવત, તહેવારોમાં રાખવી પડશે ખૂબ સાવધાની
દેશમાં આવ્યા 46 હજાર નવા કેસ
દેશની વાત કરવામાં આવે તો ગત 24 કલાક્માં મંત્રાલયના અનુસાર કોરોનાના 46,164 નવા કેસ સામે આવ્યા છે અને 607 લોકોના મોત થયા છે. આ દરમિયાન 34,159 લોકો કોરોના સંક્રમણથી મુક્ત પણ થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના 3,25,58,530 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે જેમાંથી 3,33,725 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 3,17,88,440 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે જ્યારે 4,36,365 લોકોના મોત થયા છે.