નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસની પરેડમાં 22 ઝાંખીઓને રક્ષા મંત્રાલયની મંજૂરી મળી ગઈ છે. પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદોશોની ઝાંખીઓ દેખાડવામાં આવશે જ્યારે 6 ઝાંખીઓ કેન્દ્રીય મંત્રાલય સંબંધિત હશે. મંત્રાલયને કુલ 56 પ્રસ્તાવ મળ્યા હતા, જેમાંથી 22ને મંજૂરી આપવામાં આવી છે. રક્ષા મંત્રાલયે બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને કેરલના પ્રસ્તાવોને નકારી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષા મંત્રાલયના આ પગલા પર રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. કેરલના કાયદા પ્રધાને તેને લઈને સરકાર પર આરોપ લગાવ્યો કે, આ નિર્ણય કેરલ પ્રત્યે તેમના વ્યવહારને દર્શાવે છે. તો પશ્ચિમ બંગાળે કેન્દ્ર પર બદલાની ભાવનાથી ગ્રસ્ત હોવાનો આરોપ લગાવ્યો છે. પરંતુ રક્ષા મંત્રાલયનું કહેવું છે કે, દેશભરથી આવેલા ઝાંખીઓના પ્રસ્તાવોને એક સમિતિ પાસે મોકલવામાં આવે છે અને કોને મંજૂરી આપવી છે અને કોને નહીં તેનો નિર્ણય સમિતિ લેતી હોય છે. 


ઝાંખીમાં ઉત્તરાખંડ, ઝારખંડ, પોંડ્ડુચેરી સહિત ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જગ્યા આપવામાં આવી નથી. પૂર્વોત્તર રાજ્યોથી માત્ર આસામ અને મેઘાલયને યાદીમાં જગ્યા મળી છે જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાંથી માત્ર કેરલને બહાર રાખવામાં આવ્યું છે. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગણાની ઝાંખીઓને રિપબ્લિક ડે પરેડમાં સામેલ કરવામાં આવશે. 


જોધપુર: CAAના સમર્થનમાં અમિત શાહે જાહેર કર્યો નંબર, મિસ્ડ કોલ કરવાની અપીલ કરી


આ 6 કેન્દ્રીય મંત્રાલયોને મળી જગ્યા
કેન્દ્રીય મંત્રાલયોની વાત કરીએ તો નાણામંત્રાલય, પેયજલ તથા શૌચાલય વિભાગ, ઉદ્યોગ મંત્રાલય, ગૃહ મંત્રાલય, કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય અને શિપિંગ મંત્રાલયને સામેલ કરવામાં આવ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો દેશના અન્ય સમાચાર