રાજસ્થાન: બુંદીમાં ભીષણ અકસ્માત, ટાયર ફાટતા બસ નદીમાં ખાબકી, 24 મુસાફરોના મોત
જિલ્લાના લાખેરીમાં એક પેસેન્જર બસ મેજ નદીમાં ખાબકતા 24 લોકોના જીવ ગયા છે. બસ નદીમાં પડવાથી લોકો ડૂબવા લાગ્યા હતાં. આ બસ કોટાથી સવાઈ માધોપુર જઈ રહી હતી. અકસ્માતનું કારણ ટાયર ફાટયુ હોવાનું કહેવાય છે.
બુંદી: જિલ્લાના લાખેરીમાં એક પેસેન્જર બસ મેજ નદીમાં ખાબકતા 24 લોકોના જીવ ગયા છે. બસ નદીમાં પડવાથી લોકો ડૂબવા લાગ્યા હતાં. આ બસ કોટાથી સવાઈ માધોપુર જઈ રહી હતી. અકસ્માતનું કારણ ટાયર ફાટયુ હોવાનું કહેવાય છે.
ઘટનાસ્થળે હડકંપ મચી ગયો છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. મળતી માહિતી મુજબ બુંદીના લાખેરીમાં એક ખાનગી પેસેન્જર બસ નદીમાં ખાબકી. બસમાં મોટા પ્રમાણમાં મુસાફરો ભરેલા હતાં. ઘટનાસ્થળે સ્થાનિકો સાથે મળીને પ્રશાસને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. નદીની આરપાર સેંકડો લોકોની ભીડ ભેગી થઈ ગઈ છે.
અકસ્માતની સૂચના મળતા જ કલેક્ટર અંતર સિંહ અને એસપી શિવરાજ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યાં. તાજી જાણકારી મુજબ આ ભયાનક અકસ્માતમાં 24 લોકોએ જીવ ગુમાવ્યાં છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ બસમાં હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોઈ શકે છે.
વધુ વિગતો માટે જુઓ VIDEO
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...