નવી દિલ્હીઃ VAT On Petrol-Diesel: દેશના 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ગ્રાહકોને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલ પર મૂલ્ય વર્ધિત કર (vat) ઘટાડી દીધો છે. દિવાળીની પૂર્વ સંધ્યા પર તેલ પર કેન્દ્રીય ઉત્પાદન શુલ્કને ઘટાડ્યા બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને વેટ ઘટાડવા માટે અપીલ કરી હતી. ત્યારબાદ અનેક રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં ઘટાડો કર્યો હતો. પેટ્રોલ કે ડીઝલ પર વેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરનાર મોટાભાગના રાજ્યોમાં ભાજપ કે તેના સહયોગીઓનું શાસન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યા રાજ્યોએ ઘટાડ્યો નથી વેટ
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે કહ્યુ કે, ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં કોઈ ઘટાડો કર્યો નથી. પેટ્રોલ અને ડીઝલ પર વેટ ન ઘટાડનાર રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી એનસીટી, પશ્ચિમ બંગાળ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, કેરલ, ઝારખંડ, છત્તીસગઢ અને રાજસ્થાન સામેલ છે. 


આ પણ વાંચોઃ Manipur Attack: મણિપુર ઉગ્રવાદી હુમલામાં CO સહિત 5 જવાન શહીદ, પરિવારના બે સભ્યોના મોત, રાજનાથ સિંહે કર્યુ ટ્વીટ


વેટ ઘટાડ્યા બાદ ભાવમાં થયો ઘટાડો
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ક્રમશઃ કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક અને વેટમાં ઘટાડાની જાહેરાત બાદ પંજાબમાં પેટ્રોલની કિંમતોમાં સૌથી વધુ ઘટાડો થયો છે. પંજાબમાં પેટ્રોલની કિંમત 16.02 રૂપિયા પ્રતિ લીટર ઘટી છે, ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં 13.43 રૂપિયા અને કર્ણાટકમાં 13.35 રૂપિયાનો ઘટાડો થયો છે. 


અંડમાન નિકોબારમાં સૌથી સસ્તું પેટ્રોલ
અંડમાન અને નિકોબારમાં ગ્રાહકોને દેશમાં સૌથી સસ્તી કિંમતે 82.96 રૂપિયા પ્રતિ લીટર પર પેટ્રોલ મળી રહ્યું છે, જ્યારે ઈટાનગરમાં પેટ્રોલ 92.02 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. જયપુરમાં પેટ્રોલની કિંમત 117.45 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે મુંબઈના ગ્રાહકોને તે મુંબઈમાં 115.85 રૂપિયામાં મળી રહ્યું છે. ડીઝલ માટે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં કિંમતમાં સૌથી વધુ 19.61 રૂપિયા પ્રતિ લીટરે ઘટાડો થયો છે. ત્યારબાદ કર્ણાટકમાં 19.49 રૂપિયા અને પુડુચેરીમાં 19.08 રૂપિયાનો ઘટાડો થયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube