હિતેન વિઠલાણી, નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતથી રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની EDએ સ્ટર્લિંગ બાયોટેક બેન્ક ફ્રોડ કેસમાં ત્રણ દિવસોમાં પટેલને 128 સવાલો પૂછ્યા. EDની ત્રણ સભ્યોવાળી ટિમે ગુરુવારે અહેમદ પટેલની 11 કલાક પૂછપરછ કરી તો તે પહેલાં મંગળવારે પણ 10 કલાક પૂછપરછ કરી હતી. તો શનિવારે 8 કલાક પૂછપરછ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ દિવસોના સવાલ જવાબમાં અહેમદ પટેલની કુલ 29 કલાક પૂછપરછ કરાઈ, જેમાં મની લોન્ડરિંગ કેસને લાગતા 128 સવાલો પૂછવામાં આવ્યા હતા. ED ગુજરાતના ચેતન સંદેસારા અને નીતિન સંદેસારા સાથે અહેમદ પટેલના સંબંધ જાણવા માંગી રહી છે. ગઈકાલે રાત્રે 11 કલાક કરાયેલી પૂછપરછ બાદ અહેમદ પટેલે કહ્યું કે મેં એમના તમામ સવાલો ના જવાબ આપ્યા છે જે મને એમની સંતુષ્ટિ માટે પૂછવામાં આવ્યા હતા. એમને કહ્યું કે મારી પૂછપરછ પૂર્ણ થઈ છે. તમામ સવાલો આક્ષેપો પર આધારિત હતા તેમની પાસે મારા વિરુદ્ધ કોઈ સબૂત નથી.


આ પણ વાંચો:- Video: પીએમ મોદીને મળી જવાનોનો જોશ High, લગાવ્યા 'ભારત માતા કી જય'ના નારા


સરકાર પર નિશાન સાધતા અહેમદ પટેલે વધુ કહ્યું કે આ મારા વિરુદ્ધ પ્રતિશોધ અને રાજનીતિક ઉતપીડન છે. હું નથી જાણતો કે ED અધિકારી કોના દબાવમાં કામ કરી રહી છે. પણ મને મારા પરિવારને પાઘડી ઉછાળીને બદનામ કરાઈ રહ્યા છે.


ED ફરાર આરોપી ચેતન સંદેસારા અને નીતિન સંદેસારા સાથેના કથિત સંબંધો વિશે અહેમદ પટેલનું નિવેદન નોંધી રહી છે. સંદેસારા ઘોટાળો PNB બેંક ઘોટાળા કરતા પણ મોટો ઘોટાળો છે. વડોદરાની સ્ટર્લિંગ બાયોટેક કંપની લિમિટેડ અને સંદેસારા ગ્રૂપના ત્રણ પ્રમોટર્સ ચેતન સંદેસારા, નીતિન સંદેસારા અને દીપ્તિ સંદેસારાએ પહેલાં તો ફર્જી કંપની બનાવી પછી અનેક બેંકોના 14,500 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.


આ પણ વાંચો:- લેહથી પરત ફરી દિલ્હીમાં મહત્વની બેઠક કરશે પીએમ મોદી, જાણો વિગતો


પૂછપરછ દરમ્યાન સૂત્રો મુજબ અહેમદ પટેલ આ કેસના ગવાહો અને સંદિગ્ધો દ્વારા નોંધાવેલા નિવેદનો પર પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા. ઝી 24 કલાકને મળેલી માહિતી મુજબ અહેમદ પટેલથી સંદેસારા બંધુ સાથે તેમના કથિત સંબંધો અને એમના દ્વારા એમના દિલ્હી સ્થિત આવાસ પર અનેકવાર મોકલવામાં આવેલી મોટી સંખ્યામાં રોકડ વિશે પૂછવામાં આવ્યું છે.


EDએ એક વર્ષ અગાઉ ત્રણ વાર અહેમદ પટેલના પુત્ર અને જમાઈની પણ પૂછપરછ કરી ચુકી છે. EDની તપાસમાં ચેતન સંદેસારાના નજદીકના કર્મચારી સુનિલ યાદવે પૂછપરછમાં અહેમદ પટેલના દિલ્હી સ્થિત 23, મધર ટેરેસા ક્રિસેન્ટ આવાસને બેઠકોનું હેડ કવોટર ગણાવ્યું હતું તો જમાઈ ઈરફાન સિદ્દીકીને અનેક વાર મોટી સંખ્યામાં રોકડ આપી હોવાનું પણ કબુલ્યું હતું. EDની તપાસ મુજબ કેસના મુખ્ય ગવાહ એ ચેતન સંદેસારા, અહેમદ પટેલ તેમના પુત્ર ફૈઝલ પટેલ અને જમાઈ ઈરફાન સિદ્દીકીના સંબંધોનો ખુલાસો કર્યો હતો.


આ પણ વાંચો:- લેહની ધરતીથી PM મોદીએ 'વિસ્તારવાદી' ચીનને આપ્યો કડક સંદેશ, જાણો શું કહ્યું?


વડોદરા સ્થિત ફાર્મા ફર્મ સ્ટર્લિંગ બાયોટેક વિરુદ્ધ ED એ હજારો કરોડોની બેન્ક ફ્રોડ અને મની લોન્ડરિંગનો ગુનો નોંધી તપાસ કોંગ્રેસના દિગગજ નેતા અહેમદ પટેલ, પુત્ર ફૈઝલ પટેલ અને જમાઈ ઈરફાન સિદ્દીકીની પુછપરછની સાથે કરી તો કંપનીના મુખ્ય પ્રમોટર્સ સંદેસારા બંધુ અને દીપ્તિ સંદેસારાની શોધખોળ પણ શરૂ કરી છે. કારણ કે ED મુજબ કેસના પ્રમુખ સાક્ષીદાર મુજબ આ ઘરે 25થી 30 બેઠકો મળી હતી. ત્યારબાદ સમગ્ર ઘોટાળાને અંજામ અપાયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube