Video: પીએમ મોદીને મળી જવાનોનો જોશ High, લગાવ્યા 'ભારત માતા કી જય'ના નારા
ચીન સાથે સીમા પર ચાલી રહેલા તણાવની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારના અચનાક લેહની મુલાકાત લીધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતને લઇ જવાનોનો જોશ હાઇ હતો. પીએમ મોદીને મળી ઉત્સાહી જવાનોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. સીમા પર તૈનાત જવાનોનો આ વીડિયો સૌશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ચીન સાથે સીમા પર ચાલી રહેલા તણાવની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારના અચનાક લેહની મુલાકાત લીધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતને લઇ જવાનોનો જોશ હાઇ હતો. પીએમ મોદીને મળી ઉત્સાહી જવાનોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. સીમા પર તૈનાત જવાનોનો આ વીડિયો સૌશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પૂર્વ લદ્દાખમાં ભારતીય અને ચીન સૈનિકોની વચ્ચે લોહિયાળ સંઘષના થોડા દિવસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રમુખ રક્ષા અધ્યક્ષ જનરલ બિપિન રાવતની સાથે શુક્રવારના લેહ પહોંચ્યા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીમા પર પરિસ્થિતિનું નિરિક્ષણ કરવાની સાથે ભારતીય સેનાની તૈયારીઓની પણ જાણકારી મેળવી હતી.
#WATCH: Prime Minister Narendra Modi among soldiers after addressing them in Nimmoo, Ladakh. pic.twitter.com/0rC7QraWTU
— ANI (@ANI) July 3, 2020
પીએમ મોદીએ લેહમાં જવાનોને સંબોધન કરતા કહ્યું કે, હાલમાં ગલવાન ખીણમાં તમે જે વીરતા દેખાડી, તેને સમગ્ર દુનિયામાં ભારતની શક્તિને દેખાડી છે. તેમણે કહ્યું કે, તમારુ સમર્પણ અતુલનીય છે, આ મુશ્કેલી ભરી પરિસ્થિતિમાં પણ આ ઉંચાઇમાં ભારત માતાની ઢાલ બની તમે તેની સેવા, રક્ષા કરો છો. તેની સરખામણી સમગ્ર વિશ્વમાં કોઈ નથી કરી શકતું. તમારું સાહસ તે ઉંચાઇથી પણ વધારે છે. ત્યાં તમે તૈનાત છો. તમારી છાતી આ ખીણથી પણ વધુ સખત છે, જેને તમે તમારા પગલાંથી દરરોજ માપો છો. તમારી ભાવનાઓ પર્વતોથી પણ અટલ છે.
તમને જણાવી દઇએ કે, 15 જૂનના પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન સૈનિકોની વચ્ચે લોહીયાળ સંઘર્ષ થયો હતો. આ સંઘર્ષમાં ભારતના 10 જવાન શહીદ થયા હતા, જ્યારે ચીનને પણ ભારે નુકસાન થયું છે. આ સંઘર્ષ બાદથી ચીન અને ભારત વચ્ચે તણાવ વધી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે