શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગોળીબારીની ઘટનામાં 3 સ્થાનીક લોકોના મોત થયા છે અને 7 લોકોને ઈજા પહોંચી છે. ઉપરી ડાંગરી ગામમાં આશરે 50 મીટરના અંતરે સ્થિત 3 ઘરો પર આ ફાયરિંગ થયું છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજૌરી સ્થિત હોસ્પિટલના મેડિકલ સુપ્રિડેન્ટ ડો. મહમૂદે આ ઘટના વિશે વિસ્તારથી જાણકારી આપી છે. તેમણે કહ્યું- રાજૌરીના ડાંગરી વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને સાતને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોની સારવાર અહીં હોસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસ તથા જિલ્લા વહીવટી તંત્રના લોકો અહીં પહોંચ્યા છે. 


ક્રિકેટ વિશ્વકપથી લઈને 9 રાજ્યોમાં ચૂંટણી સુધી... 2023માં યોજાશે આ મહત્વની ઈવેન્ટ


શ્રીનગરમાં ગ્રેનેડ હુમલામાં સામાન્ય નાગરિકને ઈજા
તો શ્રીનગરમાં રવિવારે આતંકવાદીઓએ સીઆરપીફના એક બંકર પર ગ્રેનેડ ફેંક્યું, જે રસ્તા કિનારે ફાટી ગયું હતું. જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. અધિકારીઓ પ્રમાણે આ ઘટના શ્રીનગરના હલવલ વિસ્તારમાં બની હતી. આતંકીઓએ સાંજે લગભગ 7.45 કલાકે મિર્ઝા કામિલ ચોકની પાસે સીઆરપીએફના એક બંકર તરફ ગ્રેનેડ હુમલો કર્યો, જે રસ્તા કિનારે ફાટી ગયું હતું. અધિકારીઓએ કહ્યું કે હબક નિવાસી સમીર અહમદ મલ્લાને વિસ્ફોટમાં સામાન્ય ઈજા થઈ છે. તેમણે કહ્યું કે, ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube