Corona Vaccine: ખુબ જ અસરકારક છે રસી, 10 હજારની વસ્તી પર પ્રથમ ડોઝ બાદ 4 અને બીજા ડોઝ બાદ 2 લોકોને થયો કોરોના
હવે સરકારે નવા આંકડા આપ્યા છે, જેનાથી થોડા લોકોમાં વેક્સિનને લઈને જે આશંકાઓ છે તે પણ દૂર થશે. હકીકતમાં કેન્દ્રએ બુધવારે આંકડા જાહેર કરી જણાવ્યું કે, જે લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લગાવી લીધા છે, તેમાંથી માત્ર 5500 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. એટલે કે 10 હજારમાંથી માત્ર 3 લોકોને કોરોના થયો છે.
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેર તબાહી મચાવી રહી છે. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી જારી મહામારીમાં બુધવારે પ્રથમવાર બે હજારથી વધુ લોકોના મોત થયા, જ્યારે ત્રણ લાખની નજીક નવા કેસ સામે આવ્યા છે. આ બધા વચ્ચે સરકારે વેક્સિનેશન પ્રક્રિયાને ઝડપી બનાવવામાં લાગી છે. એક મેથી 18 વર્ષના લોકોને વેક્સિન આપવાની જાહેરાત થઈ ચુકી છે. હવે સરકારે નવા આંકડા આપ્યા છે, જેનાથી થોડા લોકોમાં વેક્સિનને લઈને જે આશંકાઓ છે તે પણ દૂર થશે. હકીકતમાં કેન્દ્રએ બુધવારે આંકડા જાહેર કરી જણાવ્યું કે, જે લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લગાવી લીધા છે, તેમાંથી માત્ર 5500 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. એટલે કે 10 હજારમાંથી માત્ર 3 લોકોને કોરોના થયો છે.
કેન્દ્ર સરકારે વૈક્સિનેશનને લઈને જણાવ્યું કે, કોવિશીલ્ડ કે કોવૈક્સીનનો પ્રથમ ડોઝ લઈ ચુકેલા 21000થી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે બન્ને ડોઝ લઈ ચુકેલા 5500થી વધુ લોકો સંક્રમિત થયા છે. અત્યાર સુધી કોવૈક્સીન અને કોવિશીલ્ડના 13 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કોવૈક્સીનના 1.1 કરોડ ડોઝમાં 93,56,436 લોકો પ્રથમ ડોઝ લગાવી ચુક્યા છે. પ્રથમ ડોઝ બાદ પોઝિટિવ થનારની સંખ્યા 4202 છે, જે 0.04 ટકા છે. તો 17,37,178 લોકો કોવૈક્સીનનો બીજો ડોઝ લઈ ચુક્યા છે. માત્ર 695 લોકો પોઝિટિવ આવ્યા છે. આ બીજો ડોઝ લઈ ચુકેલા લોકોના માત્ર 0.04 ટકા છે.
આ પણ વાંચોઃ ભારત બાયોટેકનો દાવો, હળવાથી ગંભીર કોરોના સંક્રમણમાં 78% સુધી અસરકારક છે કોવૈક્સીન
કોવિશીલ્ડના 11.50 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા
સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) દ્વારા બનાવવામાં આવી રહેલી ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સિન કોવિશીલ્ડના સાડા અગિયાર કરોડથી વધુ ડોઝ લાગી ચુક્યા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 10,03,02,745 લોકોએ પ્રથમ ડોઝ લીધો, જ્યારે તેમાં 17145 (0.02 ટકા) પોઝિટિવ આવ્યા છે. તો બીજો ડોઝ 15732754 આપવામાં આવ્યો છે, જેમાંથી 5014 લોકો કોવિડ પોઝિટિવ આવ્યા છે. તે માત્ર 0.03 ટકા છે. સરકારના આ આંકડાથી સ્પષ્ટ છે કે વેક્સિનના બન્ને ડોઝ લગાવનાર લોકોને કોરોનાની બીજી લહેરમાંથી રાહત મલી છે અને તેના સંક્રમિત થવાની સંખ્યા ખુબ ઓછી છે.
ગંભીર બીમારીને રોકે છે વેક્સિન
વેક્સિન કોરોનાના ગંભીર સંક્રમણથી પણ બચાવે છે. એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ બુધવારે જણાવ્યુ કે, વેક્સિન તમને ગંભીર સંક્રમણથી બચાવે છે. બની શકે કે તે તમને સંક્રમિત થવાથી ન બચાવે. તે સમજવુ જરૂરી છે કે વેક્સિન બાદ પોઝિટિવ રિપોર્ટ આવી શકે છે, તે માટે રસી લીધા બાદ માસ્ક પહેરવું જરૂરી છે. તો સરકાર જણાવે છે કે હાલ તે જોવાનો સમય નથી કે આપણે શું તૈયારી કરી, શું ચુક થઈ, આજે એક થઈને મહામારીનો સામનો કરી તેમાંથી બહાર આવવાનો સમય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube