Viral Post of Dr Manisha Jadhav: ‘આ લગભગ મારૂ છેલ્લું ગુડ મોર્નિંગ છે...’ ફેસબુક પર પોસ્ટ કર્યાની ગણતરીની ક્ષણોમાં કોરોના સામે જંગ હાર્યા ડોક્ટર

કોરોનાની સ્થિતિ કેટલી ભયાનક થઈ ચુકી છે, તે જણાવવાની જરૂર નથી. શું ડોક્ટર... શું સામાન્ય લોકો... દરેક કોઈ આ બીમારીથી ગ્રસ્ત છે. આ મહામારીએ મુંબઈના એક ડોક્ટર મનીષા જાધવનો જીવ લઈ લીદો છે. ડો. મનીષાની કોરોના વિરુદ્ધ જંગ અને આ જંગમાં તેની હારની કહાની ખુબ દુખદાયક છે. 
 Viral Post of Dr Manisha Jadhav: ‘આ લગભગ મારૂ છેલ્લું ગુડ મોર્નિંગ છે...’ ફેસબુક પર પોસ્ટ કર્યાની ગણતરીની ક્ષણોમાં કોરોના સામે જંગ હાર્યા ડોક્ટર

મુંબઈઃ Viral Post of Dr Manisha Jadhav: કોરોનાની સ્થિતિ કેટલી ભયાનક થઈ ચુકી છે, તે જણાવવાની જરૂર નથી. શું ડોક્ટર... શું સામાન્ય લોકો... દરેક કોઈ આ બીમારીથી ગ્રસ્ત છે. આ મહામારીએ મુંબઈના એક ડોક્ટર મનીષા જાધવનો જીવ લઈ લીદો છે. ડો. મનીષાની કોરોના વિરુદ્ધ જંગ અને આ જંગમાં તેની હારની કહાની ખુબ દુખદાયક છે. 

હકીકતમાં, કોરોનાથી પીડિત 51 વર્ષીય ડો.મ મનીષા મુંબઈમાં Sewri TB હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર હતા. બીમારીથી પીડિત ડો. મનીષાને અનુભવ થઈ ગયો હતો કે કોરોના વાયરસને તેમને ઝકડી લીધા છે. તેમણે પોતાની અંદર સંક્રમણના સ્તરને ખુબ પહેલા સમજી લીધો હતો અને તેમણે બે દિવસ પહેલા જ ફેસબુક પર એક દર્દનાક મેસેજ લખ્યો હતો. 

cvec1k3o

તેમણે લખ્યું હતું- સંભવતઃ આ અંતિમ ગુડ મોર્નિંગ છે. લગભગ આ પ્લેટફોર્મ પર બીજીવાર તમને ન મળી. બધા પોતાનું ધ્યાન રાખો. શરીર મૃત થાય છે આત્મા નહીં. આત્મા અમર છે. 

ફેસબુક પર આ સંદેશ લખ્યા બાદ તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ. સોમવારે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

રેમડેસિવિર કોરોનાની રામબાણ દવા નથી, દેશના નિષ્ણાંત ડોક્ટરોએ જણાવ્યા કોરોનાથી બચવાના ઉપાય

Sewri TB હોસ્પિટલમાં ડો. મનીષા જાધવ ટીબીના સ્પેશિયાલિસ્ટ હતા. રવિવારે તેમણે આ પોસ્ટ લખી હતી. ઉલ્લેખનીય છે કે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની સ્થિતિ ખુબ ભયાનક છે. અનેક ડોક્ટર અને સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા લોકો આ બીમારીમાં પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news