શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ખલચોરા રૂનીપોરા વિસ્તારમાં સુરક્ષાબળોએ એક મુઠભેડમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. મોતને ભેટેલા ત્રણ આતંકવાદીની ઓળખ હાલ જાહેર કરવામાં આવી નથી. જમ્મૂ કાશ્મીર પોલીસ અને સુરક્ષાબળોએ સંયુક્ત ઓપરેશન કર્યું હતું. સૂત્રોના અનુસાર ઠાર મારેલા આતંકવાદીઓ પાસેથી એક AK-47 મળી આવી હતી. 2 પિસ્તોલ પણ મળી આવી હતી. સુરક્ષાબળોનું આતંકવાદીઓ વિરૂદ્ધ અભિયાન ચાલુ છે. જૂનના રોજ 13 મુઠભેડમાં 41 આતંકવાદી ઠાર માર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘાટીમાં આ ત્રણ આતંકવાદીના મોત સાથે અત્યાર સુધી આતંકવાદીઓની સત્તાવાર સંખ્યા 116 થઇ ગઇ છે, જેમાં અત્યાર સુધી તમામ વિભિન્ન આતંકવાદી સંગઠનોના 7 ઓપરેશન કમાંડર સામેલ છે. ફક્ત જૂન 13મી મુઠભેડ છે જેમાં સુરક્ષાબળોએ ઘાટીમાં 40થી વધુ આતંકવાદીને ઠાર માર્યા છે. 


હિજબુલ મુજાહિદ્દીન સુરક્ષાબળોનું મુખ્ય નિશાના પર છે. તમામ આતંકવાદી સંગઠનોમાં તેના સૌથી વધુ આતંકવાદી માર્યા ગયા છે. તેમાં ટોચના કમાંડરોમાં ઓપરેશનલ કમાંડર રિયાઝ નાયકૂ પણ સામેલ છે. તાજેતરમાં પોલીસે દાવો કર્યો હતો હતો કે ત્રાલનો વિસ્તાર હવે હિજ્બ મુક્ત થઇ ગયો છે જે 1989થી હિજ્બુલ મુજાહિદ્દીનનું કેન્દ્ર બની ગયો હતો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube