નવી દિલ્હી: કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને આજે ત્રણ વર્ષ પૂરા થયા. ત્રણ વર્ષ પહેલા આજના દિવસે જ 14 ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં CRPF ના કાફલા પર આતંકી હુમલો થયો હતો. જૈશ એ મોહમ્મદના એક આતંકીએ વિસ્ફોટકો લાદેલા વાહનથી સીઆરપીએફ જવાનોની બસને ઉડાવી દીધી જેમાં 40 જવાનો શહીદ થઈ ગયા હતા તથા અનેક ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા. ત્યારબાદ સરકારની નીતિઓએ આકરું વલણ ધારણ કર્યું અને આતંકની કમર તોડવા માટે અનેક અભિયાન ચલાવ્યા. ત્રીજી વરસી પહેલા પુલવામા એટેક અંગે લખાયેલા એક પુસ્તકમાં મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. જે મુજબ આત્મઘાતી હુમલાખોર દ્વારા વિસ્ફોટમાં ઉડાવવામાં આવેલી બસના ડ્રાઈવર જયમલ સિંહ તે દિવસે ગાડી ચલાવવાના ન હતા પણ તેઓ કોઈ અન્ય સાથીની જગ્યાએ આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય પોલીસ સેવા (IPS) ના અધિકારી દાનેશ રાણા હાલ જમ્મુ અને કાશ્મીરમાં ADGP છે. તેમણે પુલવામા હુમલા સંલગ્ન ઘટનાઓ પર એજ ફોર એજ ધી સેફ્રન ફીલ્ડ નામનું પુસ્તક લખ્યું છે. જેમાં હુમલા પાછળના ષડયંત્રનો ઉલ્લેખ કરાયો છે. ષડયંત્રકર્તાઓ સાથે કરાયેલી પૂછપરછ, પોલીસની ચાર્જશીટ અને અન્ય પુરાવાના આધારે રાણાએ કાશ્મીરમાં આતંકવાદના આધુનિક ચહેરાને રેખાંકિત કતા 14 ફેબ્રુઆરી 2019ની ઘટનાઓના ક્રમને યાદ રાખતા લખ્યું છે કે કેવી રીતે કાફલામાં મુસાફરી કરી રહેલા સીઆરપીએફના જવાન રિપોર્ટિંગ ટાઈમ પહેલા જ આવવા લાગ્યા હતા. 


નિયમ મુજબ અન્ય ડ્રાઈવરો સાથે પહોંચનારા છેલ્લા લોકોમાં હેડ કોન્સ્ટેબલ જયમલ સિંહ સામેલ હતા. ડ્રાઈવર હંમેશા છેલ્લે રિપોર્ટ કરે છે. તેમને ઊંઘ લેવા માટે વધારાના અડધા કલાકની મંજૂરી છે કારણ કે તેમણે મુશ્કેલ મુસાફરી કરવી પડે છે. રાણાએ લખ્યું છે કે જયમલ સિંહ તે દિવસે ગાડી ચલાવવાના નહતા. તેઓ અન્ય સહયોગીની જગ્યાએ આવ્યા હતા. 


હાર્પર કોલિન્સ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત પુસ્તકમાં કહેવાયું છે કે હિમાચલ પ્રદેશના ચંબાના રહીશ હેડ કોન્સ્ટેબલ કૃપાલ સિંહે રજા માટે અરજી આપી હતી કારણ કે તેમની છોકરીના જલદી લગ્ન થવાના હતા. કૃપાલને પહેલા રજિસ્ટ્રેશન સંખ્યા HR 49 F-0637 વાળી બસ સોંપાઈ હતી અને પર્યવેક્ષણ અધિકારીએ જમ્મુ પાછા ફર્યા બાદ તેમને રજા પર જવા માટે કહ્યું હતું. ત્યારબાદ જયમલ સિંહને બસ લઈ જવાની જવાબદારી મળી.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube