નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સાડા ચાર લાખના આંકડાની નજીક પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે સવારે જાહેર કરવામાં આવેલા અનુસાર ગત 24 કલાકમાં 14933 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4,40,215 થઇ ગઇ છે. ગત 24 કલાકમાં 312 લોકોના મોત આ મહામારીથી થયા છે. અત્યાર સુધી કુલ 14,011 લોકોના જીવ કોરોના વાયરસના સંક્રમણથી જઇ ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ દેશમાં કુલ એક્ટિવ કેસ 1,78,014 છે. એટલે કે 1,78,014 લોકોની સારવાર દેશના ઘણી હોસ્પિટલોમાં ચાલી રહી છે. 2,48,190 લોકો આ મહામારીથી સાજા થયા છે. ભારત માટે રાહતના સમાચાર એ છે કે રિકવરી રેટમાં વધારાનો સિલસિલો યથાવત છે. મંગળવારે આ વધીને 56.37% થઇ ગયો છે. 


મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 135796 થઇ ગઇ છે. 61807 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 67706 લોકો આ મહામારીથી સાજા થયા છે. મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં 3,721 નવા કેસ સામે આવ્યા છે. ગત 24 કલાકમાં 62 દર્દીઓના મોત કોરોના વાયરસના સંક્રમણથી થયા છે. મુંબઇમાં કોવિડ-19ના 1,128 ના નવા કેસ સામે આવ્યા છે. શહેરમાં કુલ કેસ વધીને  67,635 થઇ ગયા છે. 


દિલ્હીએ તમિલનાડુને પાછળ ધકેલ્યું
દિલ્હી તમિલનાડુને પાછળ છોડીને બીજા સૌથી વધુ પ્રભાવિત રાજ્ય બની ગયું છે, જોકે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થિતિ ધીમે-ધીમે સ્થિર થઇ રહી છે. અધિકારીઓએ કહ્યું કે ગત 24 કલાકમાં દિલ્હીમાં 2,909 નવા કેસ સામે આવતાં જ સંક્રમિતોની સંખ્યા વધીને  62,655 થઇ ગઇ છે જ્યારે 58 દર્દીઓના મોત બાદ મૃતકોની સ6ખ્યા 2233 સુધી પહોંચી ગઇ છે. કોવિડ 19ના 62,655 કેસ સાથે,દિલ્હી, તમિલનાડુથી આગળ નિકળીને મહારાષ્ટ્ર બાદ બીજું સૌથી વધુ પ્રભાવિત રાજ્ય બની ગયું છે. 

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube