Twin Tower Demolition: નોઈડાના સેક્ટર 93 A માં ભ્રષ્ટાચારના પાયા પર બનેલા 32 માળના સુપરટેક ટ્વિન ટાવર આજે (રવિવાર) બપોર 2.30 વાગે તોડી પાડવામાં આવશે. સુપરટેક ટ્વિન ટાવરને તોડી પાડવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ઇમારતને તોડી પાડ્યા બાદ આસપાસના રહેવાસીઓના સ્વાસ્થ્યને લઇને કેટલાક મૂલ્યાંકન કરવામાં આવ્યા છે. ઇમારતને તોડી પાડ્યા બાદ ધૂળની ડમરી ઉડશે. જે જોતા તંત્ર તરફથી જરૂરી પગલા ઉઠાવવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આસપાસના વિસ્તારમાં ઉડશે ધૂળની ડમરી
તમને જણાવી દઈએ કે, 32 માળની ઇમારત તૂટવામાં માત્ર 9 સેકન્ડનો સમય લાગશે. આ ઇમારતને તોડવા માટે 3700 કિલો વિસ્ફોટક અલગ-અલગ ફ્લોર પર લગાવવામાં આવ્યો છે. વિસ્ફોટ થયા બાદ 9 સેકન્ડમાં ધૂળની ડમરીઓ ઉડવા લાગશે. આ ધૂળની ડમરીઓ 3 કિલોમીટરની ત્રિજ્યાની અંદર ફેલાઈ જશે. ત્યારબાદ ધીમે ધીમે ધૂળ નીચે તરફ આવશે, પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે આકાશમાં છવાયેલી ધૂળને સાફ થવામાં ઓછામાં ઓછા 3 કલાકનો સમય લાગશે.


આ પણ વાંચો:- રાશિફળ 28 ઓગસ્ટ: આ રાશિના જાતકો પર ગણેશજી મહેરબાન, મકર રાશિવાળાની માથે આવી શકે છે મુસીબત


બિલ્ડિંગ, રસ્તા અને વૃક્ષો પર જામી જશે ધૂળ
બ્લાસ્ટ બાદ ઇમારતના નિર્માણમાં લાગેલો સિમેન્ટ અને અન્ય મટિરિયલની ધૂળ આસપાસના વિસ્તારમાં ફેલાઈ જશે. આ સાથે જ તેમાં 3700 કિલો વિસ્ફોટકનો પણ ધૂમાળો સામેલ હશે. આસપાસની સોસાયટી અને રસ્તાઓ પર ધૂળની મોટી ચાદર પથરાઈ જશે. માનવામાં આવી રહ્યું છે કે, બ્લાસ્ટના 15 મીનિટ બાદ નોઈડા એક્સપ્રેસ પર ધૂળની ચાદર જોવા મળશે. આ સાથે જ 3-4 કિલોમિટરના વિસ્તારમાં વૃક્ષો પર પણ ધૂળ જામી જશે.


આ વાતનું રાખો ખાસ ધ્યાન
ટ્વિન ટાવર તોડ્યા બાદ આસપાસના લોકો માસ્ક જરૂરથી પહેરે. ધૂળના કારણે શ્વાસ અને અસ્થમાના દર્દીઓને ખાસ મુશ્કેલી પડી શકે છે. હાર્ટના દર્દીઓએ પણ સતર્ક રહેવાની જરૂર છે. આંખોના રક્ષણ માટે ચશ્મા પહેરે. વારંવાર પાણી પીતા રહે, જેથી શરીરની અંદર ધૂળ ચોંટે નહીં. પ્રયત્ન કરો કે 3 દિવસ સુધી આ એરિયામાં ના જાઓ. તમને જણાવી દઈએ કે, આ ઇમારતને તોડી પાડ્યા બાદ 35,000 ક્યુબિક મીટર કાટમાળ નિકળશે, જેને સાફ કરવામાં ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગશે.


આ પણ વાંચો:- કચ્છમાં આજે દિવાળી જેવો માહોલ, પીએમ મોદી આપશે વિકાસકાર્યોની ભેટ


આસપાસની સોસાયટીઓ કરાવવામાં આવી ખાલી
સુપરટેકની એમરોલ્ડ સોસાયટીમાંથી અત્યાર સુધીમાં 40 ટકા લોકો તેમનું મકાન ખાલી કરી ચૂક્યા છે. આસપાસમાં બનેલી બે સોસાયટી, એક પાશ્વનાથ બીજી સિલ્વર સિટીમાં લોકોની રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ખાવા-પીવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એમરોલ્ડ કોર્ટના રહેવાસીઓ પાસેથી મળેલી જાણકારી અનુસાર પાશ્વનાથ અને સિલ્વર સિટી સોસાયટીમાં બનેલા ક્લબ હાઉસ અને ગેસ્ટ હાઉસમાં 200-200 લોકોને રહેવા અને ખાવા-પીવાની વ્યવસ્થા સોસાયટીના લોકોએ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube