કચ્છમાં આજે દિવાળી જેવો માહોલ, પીએમ મોદી આપશે વિકાસકાર્યોની ભેટ

PM Modi In Kutch : આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ.... કચ્છમાં આજે વિવિધ મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે... 2001 ગુજરાત ભૂકંપમાં કચ્છમાં સર્જાયેલી હોનારત અને તેમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં બનાવેલા સ્મૃતિ વનનું આજે પ્રધાનમંત્રી લોકાર્પણ કરશે 

કચ્છમાં આજે દિવાળી જેવો માહોલ, પીએમ મોદી આપશે વિકાસકાર્યોની ભેટ

અમદાવાદ :આજે પ્રધાનમંત્રી મોદી કચ્છને 3 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવાના છે. થોડીવારમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાંથી ભુજ જવા માટે રવાના થશે. ભુજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 3 કિલોમીટ લાંબો રોડ શો યોજાશે. તે બાદ ભૂકંપ પીડિતોની યાદમાં બનેલા કચ્છના સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. 

સાથે જ કચ્છ જિલ્લાના પાણીદાર બનાવનાર ભૂકંપપ્રુફ કચ્છ-ભુજ બ્રાંચ કેનાલનું પણ લોકાર્પણ કરશે. તો ગુજરાતના પ્રથમ કચ્છની સરહદ ડેરીના સોલાર પ્લાન્ટનું પીએમ લોકાર્પણ કરશે જ્યારે અંજારના વીર બાળક સ્મારકનું લોકાર્પણ પણ કરશે..1745 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી 357 કિલોમીટર લાંબી ભુજ બ્રાંચ કેનાલ હાઈટેક અને ભૂકંપપ્રૂફ છે..આ કેનાલથી કચ્છના 948 ગામ અને 10 જેટલા નગરોને પીવાનું પાણી મળી રહેશે. કચ્છના 1 લાખ 10 હજાર હેક્ટરથી વધારે વિસ્તારને સિંચાઈની સુવિધાનો લાભ મળશે. આ 357 કિલોમટીર લાંબી કેનાલની નહેરોની વહન ક્ષમતા 120 ઘન મીટર પ્રતિ સેકન્ડની છે. આ કેનાલ રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી તાલુકામાંથી પસાર થાય છે. ૩ ફોલ અને ૩ પમ્પિંગ સ્ટેશન સાથેની કેનાલ એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો છે.જેમાં વોટર કેનાલ બેડ પાવર હાઉસથી 23 મેગાવોટથી વધુ વીજળી ઉતપન્ન થશે. ઘુડખરો કેનાલ પાર કરી શકે તે માટે ખાસ રસ્તાનું નિર્માણ કરી તેમની સુરક્ષા માટે કેનાલની બંને તરફ ખાસ ફેન્સિંગ પણ કરવામાં આવ્યું છે.તો અંજારમાં બનેલું વીર બાળક સ્મારકનું પણ પ્રધાનમંત્રી મોદી લોકાર્પણ કરશે.દિવંગત બાળકોને સમર્પિત આ મ્યૂઝિયમનું પાંચ વિભાગમાં નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રથમ વિભાગમાં દિવંગતોની તસવીરો અને ભૂતકાળના સ્મરણો રજૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વિનાશ વિભાગમાં કાટમાળ દર્શાવીને મૃત્યુ પામેલા બાળકોના સ્મૃતિચિહ્નો અને તેમની પ્રતિકૃતિ રજૂ કરાઇ છે. સાથે જ ભૂકંપનો અનુભવ થઇ શકે તે માટે એક વિશેષ રૂમ બનાવવામાં આવ્યો છે...તો મ્યૂઝિયમની બહાર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. ભોગ બનેલા માસૂમ બાળકો અને શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવા એક શક્તિશાળી પ્રકાશપુંજ બનાવવામાં આવ્યો છે...જેમાંથી નિકળતો પ્રકાશ સમગ્ર અંજાર શહેરમાં દેખાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news