ચિંતાજનક સમાચાર: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3900 નવા કેસ, આંકડો 46 હજારને પાર
ભારતમાં છેલ્લા 40 દિવસથી દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. કોરોના વાયરસની ગતિ ધીમી જરૂર થઈ છે પરંતુ હજુ પણ ઘણી વધુ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3900 પોઝિટિવ કેસ નવા આવ્યાં છે. જ્યારે 195 લોકોના જીવ ગયા છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 46000ને પાર ગઈ છે.
નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 40 દિવસથી દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. કોરોના વાયરસની ગતિ ધીમી જરૂર થઈ છે પરંતુ હજુ પણ ઘણી વધુ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3900 પોઝિટિવ કેસ નવા આવ્યાં છે. જ્યારે 195 લોકોના જીવ ગયા છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 46000ને પાર ગઈ છે.
સ્વાસ્થ્ય અનેક પરિવાર કલ્યાણ વિભાગે આપેલી માહિતી મુજબ ભારતમાં કોરોનાના કેસનો આંકડો 46433 પર પહોંચ્યો છે. જેમાં 32134 એક્ટિવ કેસ છે. જ્યારે 12727 લોકો ડિસ્ચાર્જ કે માઈગ્રેટ થયેલા છે. 1568 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3900 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 195 લોકોના જીવ ગયા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube