નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં આજે સવારે ભૂકંપના આંચકા મહેસૂસ થયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 4.0 માપવામાં આવી. દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશના મેરઠ, બાગપત સુધી ભૂકંપના ઝટકા મહેસૂસ થયાં. ભૂંકપના આ ઝટકાથી હજુ સુધી કોઈ પણ જાનહાનિની સૂચના મળી નથી. મળતી માહિતી મુજબ રાજધાની દિલ્હીમાં ભૂકંપના ઝટકા 7.89 વાગે મહેસૂસ થયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડરના માર્યા બહાર નીકળી ગયા લોકો
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકાની જાણ થતા જ લોકો ડરના માર્યા બહાર નીકળી ગયા હતાં. ભૂકંપ ઉપરાંત દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. હવામાન ખાતાએ આશંકા વ્યક્ત કરી છે કે આજે દિલ્હીમાં ભારે વરસાદ થઈ શકે છે. 


ભૂકંપ દરમિયાન રાખો આ ધ્યાન
- ભૂકંપ વખતે લિફ્ટનો ઉપયોગ ન કરો. 
- બહાર જવા માટે લિફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરો. 
- કયાંક ફસાયા હોય તો દોડો નહીં. ભૂકંપની વધુ અસર થશે. 
- જો તમે ગાડી કે કોઈ વાહન ચલાવી રહ્યાં હોવ તો થોભી જાવ.
- વાહન ચલાવી રહ્યાં હોવ તો બિલ્ડિંગ, હોર્ડિંગ, થાંભલા, ફ્લાયઓવર, પુલથી દૂર રહી રસ્તાના કિનારે ગાડી થોભાવો. 
- ભૂંકપ આવ્યો હોય તો તરત સુરક્ષિત અને ખુલ્લા મેદાનમાં જતા રહો. મોટા ઝાડ, વીજળીના થાંભલાથી દૂર રહો.
- ભૂકંપ આવે તો બારીઓ, કબાટ, પંખા, ઉપર રાખેલા ભારે સામાનથી દૂર રહો. જેથી કરીને પડે તો વાગે નહીં. 


અત્રે જણાવવાનું કે રિક્ટર સ્કેલ પર જેટલો મોટો ભૂંકપ મપાય છે જમીનમાં એટલું જ વધારે કંપન હોય છે. આથી જ્યારે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.9ની હોય તો બિલ્ડિંગો તૂટી પડતી હોય છે. જ્યારે 2.9ની તીવ્રતા હોય તો તે હળવા કંપન હોય છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...