તિરુવનંતપુરમ : કેરાળામાં મેઘ સવારી વિધિવત્ત રીતે આવી પહોંચી છે. જો કે સતત વરસી રહેલા વરસાદનાં કારણે સ્થિતી અત્યંત ગંભીર થઇ ચુકી છે. કેરળમાં વરસાદનાં કારણે 4 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 2 તમિલનાડુનાં માછીમાર સહિત 3 લોકો ગુમ છે. કેરળનાં કેસરગૌડ, ઇડુક્કી અને કન્નુર જિલ્લામાં 23 જુલાઇ સુધીર એડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. 


યુપીમાં આકાશીય વિજળી બની યમદુત, અત્યાર સુધીમાં 35 લોકોનાં મોત નિપજ્યાં
તમિલનાડુમાંથી ગુમ થયેલ માછીમારો પૈકી  સહાયરાજુ (55) નામના વ્યક્તિનો મૃતદેહ કોલ્લમ જીલ્લામાંથી મળી આવ્યો છે. જો કે હજી પણ બે અન્ય માછીમારો ગુમ છે. જ્યારે અન્ય બે માછીમારોને કોસ્ટલ પોલીસ દ્વારા સુરક્ષીત બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે ગુમ થયેલા માછીમારો માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સર્ચ ઓપરેશનમાં મરીન એન્ફોર્સમેન્ટ ઉપરાંત કોસ્ટગાર્ડના જવાનોને પણ જોતરવામાં આવ્યા છે. 


ધોની ઇન્ડિયન આર્મી સાથે કાશ્મીરમાં કરશે ટ્રેનિંગ, સેના પ્રમુખની મંજુરી: સુત્ર
સુષ્માને યુઝરે કહ્યું, અમ્મા શીલા દીક્ષિતની જેમ જ યાદ આવશો, મળ્યો મુંહ તોડ જવાબ
ભારતીય હવામાન વિભાગ દ્વારા કેસરગૌડ અને ઇડુક્કી જિલ્લા માટે 21 તારીખે રેડએલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કોઝીકોટ, વાયનાડ અને કુન્નુર જિલ્લામાં 22 તારીખે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત 23મી તારીખે કેસરગોડ અને કુન્નુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોટ્ટાયમ, એર્નાકુલમ, ત્રિસુર અને મલ્લાપુર માટે 25મી તારીખે એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યનાં કિનારાના વિસ્તારોને એલર્ટ અપાયું છે. માછીમારોને દરિયો નહી ખેડવા માટે ચેતવણી અપાઇ છે. તિરુવનંતપુરમ ખાતે પણ સહેલાણીઓને બીચથી દુર રહેવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે.