ઈટાવામાં રાજધાની એક્સપ્રેસની અડફેટમાં 4 લોકોના મોત, અન્ય યાત્રી ઘાયલ
અવધ અક્સપ્રેસ ટ્રેન મુઝફ્ફરપુરથી બાંદ્રા ટર્મિનલ જઇ રહી હતી. બલરઈ સ્ટેશનના પ્લેટફોર્મ પર અવધને લૂપ લાઇન પર ઉભી કરી કાનપુરથી દિલ્હી તરફ જઇ રહેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેનને પસાર કરવામાં આવી રહી હતી.
ઈટાવા: ઈટાવાના બલરઈ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભા અવધ એક્સપ્રેસના 4 યાત્રીઓ રાજધાની એક્સપ્રેસની અડફેટમાં આવી જતા મોત થયું છે. તે ઉપરાંત આ ઘટનામાં 10થી વધારે લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે સૈફઈ અને ટૂંડલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વધુમાં વાંચો:- J&Kના કઠુઆ રેપ કેસમાં આજે ચૂકાદો સંભવ, 8 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા
જણાવવામાં આવી રહ્યું છે કે, અવધ અક્સપ્રેસ ટ્રેન મુઝફ્ફરપુરથી બાંદ્રા ટર્મિનલ જઇ રહી હતી. બલરઈ સ્ટેશનના પ્લેટફોર્મ પર અવધને લૂપ લાઇન પર ઉભી કરી કાનપુરથી દિલ્હી તરફ જઇ રહેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેનને પસાર કરવામાં આવી રહી હતી. તો બીજી બાજુ ગરમીના કારણે અવધ એક્સપ્રેસ ટ્રેનના કેટલાક યાત્રીઓ પ્લેટફોર્મ તેમજ પ્લેટફોર્મની બીજી સાઇડ ઉભા રહ્યાં હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી રાજધાનીની અડફેટે ટ્રેનની બીજી સાઇડ ઉભેલા યાત્રીઓ આવી ગયા હતા. જેમાં 4 લોકોના મોચ થયા છે જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે.
પશ્ચિમ બંગાળ હિંસા પર કેન્દ્રએ આપી સલાહ, મમતા સરકારે કહ્યું, ‘સ્થિતિ નિયંત્રણમાં છે’
તેમણે ટ્રેનના હોર્નને સાંભળ્યો કે પછી વગાડવામાં આવ્યો નહીં તેના પર તપાસ કરશે. જો કે, જ્યારે સ્ટેશન પરથી ગાડી પસાર થતી હોય છે ત્યારે સતત સ્ટેશન પર જાહેરાત કરવામાં આવે છે કે, આ રેલવે ટ્રેક પરથી ટ્રેન પસાર થઇ રહી છે. એવા ઘણા પાસા છે જેમની પર તપાસ કરવામાં આવશે. મૃતક યાત્રી જનરલ ડબ્બામાંથી ગરમીના કારણે અને ભીડ વધારે હોવાથી યાત્રીઓ નીચે ઉતર્યા હતા.
જુઓ Live TV:-