J&Kના કઠુઆ રેપ કેસમાં આજે ચૂકાદો સંભવ, 8 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા
જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં બંજારા સમુદાયની 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવાના મામલે આજે (સોમવાર) એક વિશેષ કોર્ટ ચૂકાદો આપી શકે છે. દેશને સ્તબ્ધ કરનારી આ ઘટનામાં ત્રણ જૂને કોર્ટના બંધ રૂમમાં સુનાવણી કરવામાં આવી હતી.
Trending Photos
પઠાણકોટ (પંજાબ): જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં બંજારા સમુદાયની 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવાના મામલે આજે (સોમવાર) એક વિશેષ કોર્ટ ચૂકાદો આપી શકે છે. દેશને સ્તબ્ધ કરનારી આ ઘટનામાં ત્રણ જૂને કોર્ટના બંધ રૂમમાં સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા અને સત્ર જજ તેજવિંદર સિંહે આ જાહેરત કરી હતી કે, 10 જૂને આ મામલે ચૂકાદો સંભળાવવામાં આવશે.
અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, કઠુઆ દુષ્કર્મ અને હત્યા કેસમાં ચૂકાદો સંભળાવવાને લઇને કોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, હાલાતને ધ્યાનમાં રાખી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવશે. 15 પેજની ચાર્જશીટ અનુસાર ગત વર્ષ 10 જાન્યુઆરીએ અપહરણ કરવામાં આવેલી 8 વર્ષની બાળકીને કઠુઆ જિલ્લાના એક ગામના મંદિરમાં બંધક બનાવી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને તેને ચાર દિવસ બેભાન રાખવામાં આવી હતી ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી.
(કઠુઆ રેપ કેસમાં લોકો દ્વારા કેન્ડલ માર્ચ કરી હતી- ફાઇલ તસવીર)
આ કેસની સુનાવણી પાડોસી રાજ્ય પંજાબના પઠાનકોટમાં જિલ્લા અને સત્ર કોર્ટમાં ગત વર્ષના જૂનના પહેલા અઠવાડીયામાં શરૂ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાને જમ્મૂ કાશ્મીરથી બહાર મોકલવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ જમ્મૂથી લગભગ 100 કિલોમીટર અને કઠુઆથી 30 કિલોમીટર દુર પઠાનકોટની કોર્ટમાં આ મામલે મોકલવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટનો આદેશ ત્યારે આવ્યો જ્યારે કઠુઆમાં વકીલોએ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને આ સનસનાટીભર્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરવાથી રોક્યા હતા. આ મામલે પ્રોઝક્ટિંગ પાર્ટીમાં જે.કે. ચોપડા, એસ એસ બસરા અને હરમિંદર સિંહ સામેલ હતા.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે