નવી દિલ્હી: કર્ણાટકના રાજકીય સંકટમાં આજે એક નવો વળાંક જોવા મળ્યો. શુક્રવારે લગભગ 400 કોંગ્રેસી કાર્યકરો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અને તેમણે કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ અરજી દાખલ કરી. અરજીમાં જલદી સુનાવણીની માગણી કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ કોર્ટને કહ્યું કે 'અમને પણ સાંભળો'. સુપ્રીમ કોર્ટે તેના પર જવાબ આપતા કહ્યું કે 'પહેલા બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુનાવણી થશે અને ત્યાર બાદ તમને પણ સાંભળીશું.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે કર્ણાટકના 10 બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પેનલ આ મામલે સુનાવણી હાથ ધરશે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોને સાંજે 6 વાગ્યા સુધીમાં સ્પીકર સામે હાજર થવાનું કહ્યું હતું. આ સાથે જ સ્પીકરને પણ નિર્દેશ આપ્યાં હતાં કે ત્યારબાદ તેઓ રાજીનામા પર નિર્ણય લે અને તેની કોપી કોર્ટને સોંપે. આ ઉપરાંત સુપ્રીમે કર્ણાટકના ડીજીપીને બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા આપવા પણ જણાવ્યું હતું. 


આ બાજુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કર્ણાટક વિધાનસભાના સ્પીકરે સુપ્રીમ કોર્ટને પોતાનો આદેશ પાછો ખેંચવાની માગણી કરી હતી. સ્પીકરે કહ્યું કે કોર્ટ આ પ્રકારનો આદેશ આપી શકે નહીં. સ્પીકરની તત્કાળ સુનાવણીની માગણી ગુરુવારે જ સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. જો કે કોર્ટે સ્પીકરને અરજી દાખલ કરવાની મંજૂરી આપી હતી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...