આરિફ મોહમ્મદ ખાન કેરળના રાજ્યપાલ બન્યા, કલરાજ મિશ્રાને મળી રાજસ્થાનની જવાબદારી
રાષ્ટ્રપતિ તરફથી આજે પાંચ રાજ્યપાલોની નિયુક્તિ અને બદલી કરવામાં આવી છે. જેમાં આરિફ મોહમ્મદ ખાનને કેરળના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે.
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ તરફથી આજે પાંચ રાજ્યપાલોની નિયુક્તિ અને બદલી કરવામાં આવી છે. જેમાં આરિફ મોહમ્મદ ખાનને કેરળના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે. કલરાજ મિશ્રાને રાજસ્થાનના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યાં છે. અત્યાર સુધી તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલની જવાબદારી નિભાવી રહ્યાં હતાં. બંડારુ દત્તાત્રેયને હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ નિયુક્ત કરાયા છે.
દિગ્વિજય સિંહનું વિવાદીત નિવેદન, કહ્યું- 'મુસ્લિમો કરતા બિન મુસ્લિમો ISI માટે વધારે જાસૂસી કરે છે'
આ ઉપરાંત ભગત સિંહ કોશ્યારીને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે. તમિલિસાઈ સૌંદરરાજનને તેલંગણાના નવા રાજ્યપાલની જવાબદારી સોંપાઈ છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી બહાર પાડવામાં આવેલી વિજ્ઞપ્તિ મુજબ નવા નિયુક્તિ પામેલા રાજ્યપાલ જે દિવસે પોતાની ઓફિસનો કાર્યભાર સંભાળી લેશે તે દિવસથી તેમની નિયુક્તિ પ્રભાવી થશે.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...