દિગ્વિજય સિંહનું વિવાદીત નિવેદન, કહ્યું- 'મુસ્લિમો કરતા બિન મુસ્લિમો ISI માટે વધારે જાસૂસી કરે છે'

દિગ્વિજય સિંહે કહ્યું કે 'પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે મુસ્લિમોથી કરતા બિન મુસ્લિમો વધુ જાસૂસી કરી રહ્યાં છે.'  દિગ્વિજય સિંહે કહ્યું કે 'જે લોકો આઈએસઆઈ પાસેથી પૈસા લે છે તેઓ ભાજપ ભાજપ અને આરએસએસ પાસેથી પણ પૈસા લે છે.'

દિગ્વિજય સિંહનું વિવાદીત નિવેદન, કહ્યું- 'મુસ્લિમો કરતા બિન મુસ્લિમો ISI માટે વધારે જાસૂસી કરે છે'

ભિંડ: દેશમાં હિન્દુ આતંકવાદની થિયરીને ચગાવનારા કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે એકવાર ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. દિગ્વિજય સિંહે કહ્યું કે 'પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે મુસ્લિમોથી કરતા બિન મુસ્લિમો વધુ જાસૂસી કરી રહ્યાં છે.'  દિગ્વિજય સિંહે કહ્યું કે 'જે લોકો આઈએસઆઈ પાસેથી પૈસા લે છે તેઓ ભાજપ ભાજપ અને આરએસએસ પાસેથી પણ પૈસા લે છે.'

મધ્ય પ્રદેશના ભિંડમાં મીડિયા સાથે વાતચીતમાં દિગ્વિજય સિંહે કહ્યું કે 'જેટલા પણ પાકિસ્તાન માટે જાસૂસી કરતા પકડાયા છે તે લોકો બજરંગ દળ, ભાજપ અને આઈએસઆઈ પાસેથી પૈસા લે છે. આઈએસઆઈ માટે જાસૂસી મુસલમાનો ઓછા કરે છે અને બિન મુસ્લિમો વધુ કરી રહ્યાં છે. તેના ઉપર થોડું ધ્યાન આપો.' દિગ્વિજય સિંહ મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરવા માટે ભિંડ આવ્યાં હતાં. 

— ANI (@ANI) September 1, 2019

જમ્મુ અને કાશ્મીર પર બોલતા તેમણે કહ્યું કે 'જો શેખ અબ્દુલ્લા નહેરુ પર વિશ્વાસ ન કરત તો કાશ્મીર આપણી સાથે ન હોત. તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કરતા કહ્યું કે કાશ્મીરનો ઉકેલ જમુરિયત, કાશ્મીરીયત અને ઈન્સાનિયત છે. મારું માનવું છે કે તેનાથી જ સમસ્યાનો ઉકેલ પણ આવશે.' 

અત્રે જણાવવાનું કે ગત વર્ષ દિગ્વિજય સિંહે હિન્દુ આતંકવાદને મુદ્દો બનાવતા કહ્યું હતું કે 'હિન્દુ ધર્મવાળા તમામ પકડાયેલા આરએસએસ સાથે જોડાયેલા છે.' તેમણે કહ્યું હતું કે 'હિન્દુ આતંકવાદી સંઘથી આવે છે કારણ કે સંઘની વિચારધારા નફરત ફેલાવવાની છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે 'જેટલા પણ હિન્દુ ધર્મવાળા આતંકવાદીઓ પકડાયા છે તે બધા સંઘના જ કાર્યકરો છે. નાથુરામ ગોડસે, જેણે મહાત્મા ગાંધીની હત્યા કરી તે પણ આરએસએસનો ભાગ હતો.'

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news