કેજરીવાલ સહિત દિલ્હી સરકારના 5 મંત્રી કરોડપતિ, મંત્રીમંડળની સરેરાશ ઉંમર 47.2 વર્ષ
દિલ્હી સરકારમાં સૌથી ધનવાન મંત્રી નઝફગઢથી ધારાસભ્ય 45 વર્ષીય કૈલાશ ગેહલોત છે અને સૌથી ઓછી સંપત્તિ ગોપાલ રાયની પાસે છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના એક રિપોર્ટ પ્રમાણે ગેહલોતે 46.07 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હોવાની જાણકારી આપી છે.
નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીની નવી સરકારે આજે શપથગ્રહણ કરી લીધા છે. કેજરીવાલે જ્યાં સીએમ પદના શપથ લીધા તો 6 અન્ય ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા જેમાં મનીષ સિસોદિયા પણ સામેલ છે. દિલ્હીની આ નવરચિત સરકારના મુખિયા કેજરીવાલ સહિત 5 મંત્રી કરોડપતિ છે જ્યારે 2 મંત્રી લાખોપતિ છે. કેજરીવાલના આ મંત્રીમંડળની સરેરાશ ઉંમર 47.2 વર્ષ છે. મંત્રીમંડળમાં ગેહલોતની પાસે સૌથી વધુ અને ગોપાલ રાયની પાસે સૌથી ઓછી સંપત્તિ છે.
દિલ્હી સરકારમાં સૌથી ધનવાન મંત્રી નઝફગઢથી ધારાસભ્ય 45 વર્ષીય કૈલાશ ગેહલોત છે અને સૌથી ઓછી સંપત્તિ ગોપાલ રાયની પાસે છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના એક રિપોર્ટ પ્રમાણે ગેહલોતે 46.07 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હોવાની જાણકારી આપી છે. ત્યારબાદ સંપત્તિના મામલામાં બીજા નંબર પર શકૂર બસ્તીથી ધારાસભ્ય 55 વર્ષીય સત્યેન્દ્ર જૈન છે. તેમણે 8.07 કરોડ રૂપિયાની સંપત્તિ દર્શાવી છે. ત્રીજા નંબર પર ખુદ 51 વર્ષીય સીએમ અરવિંદ કેજરીવાલ છે. તેમની પાસે 3.44 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.
તો સીમાપુરી સીટથી ધારાસભ્ય 51 વર્ષીય રાજેન્દ્ર પાલ ગૌતમે 1.88 કરોડ રૂપિયાની સંપત્તિની જાહેરાત કરી છે. બલ્લીમારાનથી ધારાસભ્ય 38 વર્ષીય ઇમરાન હુસૈને 1.41 કરોડ રૂપિયાની સંપત્તિની જાહેરાત કરી છે. સરકારમાં નંબર-2 ગણાતા મનીષ સિસોદિયા અને બાબરપુરથી ધારાસભ્ય ગોપાલ રાય લાખોપતિ છે. 44 વર્ષીય રાયની પાસે 90.01 લાખ રૂપિયાની સંપત્તિ છે તો પટપડગંજથી ધારાસભ્ય 47 વર્ષીય મનીષ સિસોદિયાની પાસે 93 લાખની સંપત્તિ છે.
જામિયા પર વીડિયો વોરઃ ડંડા મારતી પોલીસ બાદ હવે હાથમાં પથ્થર લઈ જતાં વિદ્યાર્થીઓનો VIDEO
કેજરીવાલની મંત્રીમંડળની સરેરાશ ઉંમર છે 47.2 વર્ષ
દિલ્હીના નવરચિત મંત્રીમંડળની એવરેજ ઉંમર 47.2 વર્ષ છે. કેજરીવાલના મંત્રીમંડળમાં એક મંત્રીની ઉંમર 40 વર્ષથી ઓછી છે, ત્રણ મંત્રીઓની ઉંમર 40 વર્ષથી વધુ છે. તો ત્રણ મંત્રીઓની ઉંમર 50 વર્ષથી વધુ છે.
શિક્ષાના મામલામાં અવ્વલ છે કેજરીવાલના મંત્રી
મંત્રીઓની શિક્ષાની વાત કરીએ તો સીએમ અરવિંદ કેજરીવાલ એન્જિનિયર છે. કેજરીવાલે ચૂંટણી પંચમાં કરેલા એફિડેવિડમાં જણાવ્યું કે, તેમણે 1989માં IIT ખડગપુરથી બીટેક (મિકેનિકલ એન્જિનિયરિંગ) કર્યું છે. મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, તેમણે 1993માં ભારતીય વિદ્યા ભવનથી પત્રકારિતામાં ડિપ્લોમાં કર્યું છે. કૈલાશ ગેહલોતના એફિડેવિડ પ્રમાણે, તેમણે 2002માં દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી એલએલબીની ડિગ્રી લીધી છે.
તો સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે, તેમણે 1991માં એસોસિએટ મેમ્મબરશિપ ઓફ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ આર્કિટેક્સ બાય એક્ઝામિનેશન (B.Arch.ની સમકક્ષ) કર્યું છે. તો ઇમરાન હુસૈને બિઝનેસ સ્ટડીમાં ડિગ્રી લીધી છે. રાજેન્દ્ર પાલ ગૌતમે એલએલબીની ડિગ્રી લીધી છે. તો ગોપાલ રાયે સમાજશાસ્ત્રમાં એમએ કર્યું છે.
કોરોના વાયરસઃ ચીનથી આવેલા 406 ભારતીયોનો ટેસ્ટ નેગેટિવ, કાલથી જઈ શકશે ઘરે
દિલ્હી સરકારમાં વધુમાં વધુ 7 મંત્રી બની શકે છે
તમને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભાની કુલ ક્ષમતાના 10 ટકા ધારાસભ્યો મંત્રી બની શકે છે. આ પ્રમાણે રાષ્ટ્રીય રાજધાનીમાં મંત્રીઓની વધુમાં વધુ સંખ્યા મુખ્યમંત્રી સહિત 7 હોઈ શકે છે, કારણ કે વિધાનસભામાં 70 સીટો છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube