જામિયા પર વીડિયો વોરઃ ડંડા મારતી પોલીસ બાદ હવે હાથમાં પથ્થર લઈ જતાં વિદ્યાર્થીઓનો VIDEO

આ વીડિયોને પોલીસના લાઠીચાર્જ પહેલા થયેલી ઘટનાનો વીડિયો જણાવવામાં આવી રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ એસઆઈટી આ સીસીટીવીની તપાસ કરી રહ્યાં છે. 

જામિયા પર વીડિયો વોરઃ ડંડા મારતી પોલીસ બાદ હવે હાથમાં પથ્થર લઈ જતાં વિદ્યાર્થીઓનો VIDEO

નવી દિલ્હીઃ દિલ્હીના જામિયા મિલ્લાયા ઇસ્લામિયામાં પાછલા વર્ષે 15 ડિસેમ્બરે થયેલી બર્બરતા સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યા બાદ હવે નવો એક વીડિયો સામે આવ્યો છે. પહેલા વીડિયોમાં જ્યાં સુરક્ષદળો લાઇબ્રેરીમાં રહેલા વિદ્યાર્થીઓ પર ડંડા ફટકારતા જોવા મળી રહ્યાં છે તો હવે સામે આવેલા વીડિયોમાં કેટલાક વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં ઘુસતા જોવા મળી રહ્યાં છે. તેના હાથમાં પથ્થર પણ છે. 

આ વીડિયોને પોલીસના લાઠીચાર્જ પહેલાની ઘટનાનો વીડિયો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં ઘુસી રહ્યાં છે તો લાઇબ્રેરીમાં ઘુસતા વિદ્યાર્થીઓના હાથમાં પથ્થર જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં ઘુસ્યા બાદ લાઇબ્રેરીના દરવાજાને બંધ કરી દેવામાં આવી છે. 

દરવાજાને બંધ કર્યા બાદ લાઇબ્રેરીના દરવાજાની આગળ કમ્પ્યૂટર ડેસ્કને પણ ઘસેડતો જોઈ શકાય છે. જેથી દરવાજો કોઈ સરળતાથી ન ખોલી શકે. હાલ ક્રાઇમ બ્રાંચ એસઆઈટી આ સીસીટીવીની તપાસ કરી રહ્યું છે. તેમાં છેડછાડની શક્યતા છે. તો એસઆઈટી સીસીટીવીની પણ તપાસ કરી રહી છે. 

પહેલાના વીડિયોમાં શું હતું?
આ વીડિયોની પહેલા જામિયા કોર્ડિનેશન કમિટીએ એક વીડિયો જારી કર્યો હતો. જેમાં સુરક્ષા દળો લાઇબ્રેરીમાં રહેલા છાત્રો પર ડંડા મારતા જોવા મળી રહ્યાં છે. કમિટીનો દાવો છે કે 15 ડિસેમ્બરે જ્યારે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરુદ્ધ આંદોલન થયું તો આ દરમિયાન પોલીસે જામિયાની અંદર અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news