નવી દિલ્હી : કેરળ બાદ હવે તમિલનાડુમાં (Tamil Nadu) કોરોના વાયરસનાં એક પછી એ દર્દીઓની પૃષ્ટી થઇ છે. આ અગાઉ રવિવારે કેરળમાં (Kerala) કોરોના વાયરસના (Corona virus) પાંચ દર્દીઓની (Patients) પૃષ્ટી થઇ હતી. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસનાં દર્દીઓનો આંકડો 39 થઇ ચુક્યો છે. તમિલનાડુની સ્વાસ્થય સચિવ બીલા રાજેશે રવિવારે કહ્યું કે, કોરોના વાયરસ પોઝીટીવ એક વ્યક્તિની ઓળખ કરવામાં આવી છે. તે અહીં હોસ્પિટલમાં દાખલ છે. અહીં તેના સંપર્કમાં આવનારા લોકોને ટ્રેસ કરી રહ્યા છે. આ ઉપરાંત અમે બહારા સાથે આવનારા દરેક વ્યક્તિની સ્ક્રીનિંગ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CAA વિરોધી પ્રદર્શનોમાં ISISનો હાથ? દિલ્હી પોલીસે એક દંપત્તીની ધરપકડ પણ કરી
બીલા રાજેશે કહ્યું કે, અમે આ વ્યક્તિ (કોરોના વાયરસ પોઝીટીવ)ના સંપર્કમાં આવનારા લોકોની ઓળખ કરી ચુક્યા છે અને હોમ આઇસોલેશન અને નિગરાનીનાં જરૂરી નિર્દેશ આપી ચુક્યા છે. હાલ 1086 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 2 હોસ્પિટલમાં છે. કેરળનાં સ્વાસ્થય મંત્રી કે.કે શૈલજાએ રવિવારે કહ્યું કે, કોરોના વાયરસનાં 5 નવા પોઝીટીવ કેસને અહીં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં જ ત્રણ લોકો ઇટાલીથી પરત ફર્યા હતા. પતનમથિટ્ટા જિલ્લામાં બે વધારે લોકોને આ બિમારી થઇ છે.


વાહ...યુવતીઓએ આત્મરક્ષણ માટે વનસ્પતિઓમાંથી બનાવ્યાં ઘાતક હથિયારો, જાણીને દંગ રહેશો
આ અગાઉ કોવિડ 19નાં ઘાતક પ્રભાવોને ધ્યાને રાખીને કુવૈતનાં સ્વાસ્થય અધિકારીઓ દ્વારા ભારત સહિત વિશ્વનાં સાત દેશોની યાત્રા પર અચાનક લગાવાયેલા પ્રતિબંધની સાથે શનિવારે કોઝીકોડનાં કારીપુર હવાઇમથક પર આશરે 170 યાત્રીઓ ફસાઇ ગયા. શનિવારે ચાલુ થઇને એક અઠવાડીયા સુધી લાગ્યું. આ પ્રતિબંધ કુવૈતથી ભારત સહિત ફિલીપીંસ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઇજીપ્ત, સીરિયા અને લેબેનોન જનારા એરલાઇન પર લાગુ થશે. આ પ્રતિબંધ વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરન તે નિવેદનો બાદ આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે, કુવૈત સરકારનાં મધ્યપૂર્વની યાત્રા કરનારા યાત્રીઓનાં કોરોનાવાયરસ મુક્ત પ્રમાણ પત્ર રાખવાનાં પોતાના જના નિર્ણયને હવે રદ્દ કરી દીધો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube