હૈદ્વાબાદ: સોનાનું ટિફીન બોક્સ અને રૂબી, હીરા તથા એમરાલ્ડથી જડીત કપ અહીં જૂની હવેલી સ્થિત નિઝામ મ્યૂઝિયમમાંથી રવિવારે રાત્રે ગાયબ થઇ ગયા છે. આ સાથે જ હીરા અને પન્નાની જૂના મહત્વની ઘણી અનમોલ વસ્તુઓ ગાયબ થઇ છે. ચોરી કરવામાં આવેલા સામાનનું વજન ત્રણ કિલો કહેવામાં આવી રહ્યું છે. તેની કિંમત લગભગ 50 કરોડ આંકવામાં આવી રહી છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મ્યૂઝિયમના અધિકારીઓએ જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે, તેના અનુસાર મ્યૂઝિયમની ત્રીજી ગેલેરીમાંથી ચોરીની ઘટના થઇ છે. તેમણે જણાવ્યું કે તે જૂની મહત્વની વસ્તુઓ હૈદ્વાબાદના સાતમા નિઝામની હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે. મ્યૂઝિયમના સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે જ્યારે ગાર્ડસે સવારે મ્યૂઝિયમની ત્રીજી ગેલેરીનો રૂમ ખોલ્યો તો જોયું કે સોનાનું ટિફીન-બોક્સ, એક કપ-પ્યાલો અને એક ચમચી ગાયબ થઇ ગયા છે. ત્યારબાદ પોલીસને સૂચના આપવામાં આવી. તેમણે જણાવ્યું કે 'પહેલા ફ્લોરનું વેંટિલેટર તોડવામાં આવ્યું અને દોરડાની મદદે ચોર ચડ્યો. ત્યારબાદ તેમણે સોનાનું ટિફીન બોક્સ, હીરા-ઝવેરાતથી જડીત કપ, પ્યાલો અને ચમચીની ચોરી કરી. 


નિઝામના આ મ્યૂઝિયમમાં સાતમા અને અંતિમ નિઝામ ઉસ્માન અલી ખાનની વસ્તુઓનો સંગ્રહ અને તેમના પિતા એટલે કે છઠ્ઠા નિઝામના વોર્ડરોબ સાથે જોડાયેલી વસ્તુઓ છે. આ મ્યૂઝિયમ પહેલા નિઝામનો મહેલ હતો. મ્યૂઝિયમની ગેલેરીઓમાં સોના અને ચાંદીની કલાકૃતિઓ અને સુંદર કોતરકામ જોવા મળે છે. 



15 વિશેષ ટીમની રચના
ઘટના બાદ હૈદ્વાબાદના પોલીસ કમિશ્નરે અંજનિ કુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળની મુલાકાત લીધી. આ સાથે જ આ અનોખી ચોરીના રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે પોલીસે તપાસ માટે 15 વિશેષ ટીમની રચના કરી છે. તપાસની પ્રગતિ વિશે પૂછવામાં આવતાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે 'અમે આ મામલે કામ કરી રહ્યા છીએ. તેની તપાસ માટે 15 વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. 


આ સમાચાર વિશે પૂછવામાં આવતાં ચોરી થયેલો કિંમતી સામાન આંતરરાષ્ટ્રીય હરાજીમાં 50 કરોડ રૂપિયા સુધી રકમ એકઠી કરી શકે છે. અધિકારીએ કહ્યું કે ફરિયાદકર્તાએ ચોરીનો સામાનની કિંમતનો ઉલ્લેખ કર્યો નથી. સ્પષ્ટ રકમ જણાવવામાં આવી નથી. શંકા વિશે પૂછવામાં આવતાં અધિકારીએ કહ્યું કે આગળની તપાસ ચાલુ છે અને તે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.