Mosquito repellent sticks: રાજધાની દિલ્હીમાં મચ્છર ભગાડનાર અગરબત્તીના કારણે 6 લોકોના મોત થયા છે. સાંભળીને ચોંકી ગયા ને. પરંતુ આ હકીકત છે. પોલીસના જણાવ્યા અનુસાર શાસ્ત્રી પાર્ક વિસ્તારના એક મકાનમાં કેટલાક લોકો ભાડેથી રહેતા હતા. એક રૂમમાં 9 લોકો સૂતા હતા. તેમણે મચ્છરોથી બચવા માટે અગરબત્તી પ્રગટાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આબુ ફરવા જનારા ગુજરાતીઓને મોટો ઝટકો, આજ રાતથી વધી જશે તમારું ફરવાનું બજેટ


માનવામાં આવી રહ્યું છે કે તેના ધુમાડાને કારણે રૂમમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. જેના કારણે ગૂંગળામણ થતાં 6 લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક મહિલા અને દોઢ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.


શ્વાન જેવા ઉંદરો ધરતી પર ફરશે, જાણો વૈજ્ઞાનિકોના દાવામાં કેટલી છે સત્યતા


અત્યાર સુધીની તપાસ મુજબ પલંગની પાસે મચ્છર ભગાડનાર અગરબત્તી મૂકવામાં આવી હતી. રૂમના તમામ દરવાજા અને બારીઓ બંધ હતી. અગરબત્તીના કારણે ગાદલામાં પણ આગ લાગી હતી. જેના કારણે રૂમમાં કાર્બન ડાયોક્સાઈડ જમા થઈ ગયો અને લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો.


આફ્રિકામાં રહસ્યમય વાયરસથી ફફડાટ, ચેપગ્રસ્તનું 24 કલાકમાં થઈ જાય છે મોત


માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામને હોસ્પિટલ લઈ ગઈ. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ છ લોકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે એકને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. 15 વર્ષની બાળકી સાથે અન્ય એક વ્યક્તિની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


ભારતી, ચંદન અને ક્રિષ્નાએ શા માટે છોડ્યો છો ? કપિલ શર્માએ પહેલી વખત કર્યો ખુલાસો


જિલ્લા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ જોય તિર્કીએ સમગ્ર ઘટનાની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે 9 કલાકે પોલીસને જાણ કરવામાં આવી હતી કે કેટલાક લોકો ઘરમાં બેભાન અવસ્થામાં જોવા મળ્યા છે. સ્થાનિક લોકોની મદદથી તમામને જગ પ્રવેશ ચંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 6ને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.