રમજાન મહિનામાં અશાંતિ, એક મહિનામાં થયા 62 હુમલા, 41ના મોત
રમજાન સમયે ઘાટીમાં આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી પર લગાવવામાં આવેલી રોકમાં રેકોર્ડ બ્રેક 20 ગ્રેનેડ હુમલા અને 62 આતંકી હુમલા થયા. આ એટેકમાં 41 લોકોના જીવ ગયા છે. આ જાણકારી સત્તાવાર સુત્રો દ્રારા પ્રાપ્ત થઇ છે.
નવી દિલ્હી: રમજાન સમયે ઘાટીમાં આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી પર લગાવવામાં આવેલી રોકમાં રેકોર્ડ બ્રેક 20 ગ્રેનેડ હુમલા અને 62 આતંકી હુમલા થયા. આ એટેકમાં 41 લોકોના જીવ ગયા છે. આ જાણકારી સત્તાવાર સુત્રો દ્રારા પ્રાપ્ત થઇ છે. હિંસમાં વધારો થતા સરકાર પણ કાર્યવાહી કરવા મજબૂર થઇ હતી. જે પછી જ રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહએ સીઝ ફાયરને આગળ વધારવાનનો ઇન્કાર કરી દીધો. તેમણે કહ્યું હતું કે આપણે પહેલ કરી પણ આતંકીઓએ સુરક્ષાબળો અને સ્થાનિક પર હુમલા યથાવત રાખ્યા, હવે સુરક્ષાબળોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે પહેલાની જેમ જ જરૂરી કાર્યવાહી કરવામાં આવે જેથી નાપાક આતંકીઓને પાઠ ભણાવી શકાય.
પેટાચૂંટણીમાં આકરી હાર બાદ ભાજપે 2019 માટે શરૂ કર્યું મંથન
19 દિવસમાં 23 યુવકો આતંકી બન્યા
કેન્દ્ર સરકાર તરફથી સીઝફાયરના એલાનને આતંકીઓએ પોતાના સંગઠનને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી ઉપયોગ કરી લીધો. એક રિપોર્ટ પ્રમાણે સીઝફાયરના એલાન બાદના શરૂઆતી 19 દિવસમાં જ 23 યુવકો આતંકી સંગઠનોમાં ભરતી થયા છે, જ્યારે ચાલુ વર્ષના એપ્રિલ મહિના એટલે કે ચાર મહિનામાં આતંકી સંગઠનમાં ભરતી થવાની સંખ્યા 125 હતી.
17 એપ્રિલ-17 મે દરમિયાન 18 આતંકી ઘટના
કેન્દ્ર સરકારે 17 મેના દિવસે નિર્ણય લીધો હતો તે રમજાન મહિનમાં જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાબળ આતંકવાદીઓ વિરૂદ્ધ અભિયાન નહીં ચલાવે. આ નિર્ણયનું જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રીએ પણ સ્વાગત કર્યું હતું. જોકે આ સમય દરમિયાન વાસ્તવિક્તા અલગ જ રહી, અધિકારીઓ પ્રમાણે 17 એપ્રિલથી 17 મેની વચ્ચે 18 આતંકી ઘટના ઘટી જ્યારે રમજાનના પાક મહીનામાં આ આંકડો વધીને 50ને પાર થઇ ગયો હતો.
રમજાનમાં આતંકીઓએ માસૂમોના જીવ લીધા
અભિયાન પર રોક સમયે આતંવાદીઓએ એક સૈનિકની જઘન્ય હત્યા કરી હતી, ઉદારવાદી વલણ અપનાવવાળા સામાન્ય નાગરિક પર હુમલો કરવામાં આવ્યો અને અંતે જાણીતા પત્રકાર શુજાત બુખારીની ગોળી મારી હત્યા કરવામાં આવી જે શાંતિ માટે સતત કામ કરતા હતા.
24 આતંકીઓ ઠાર કરાયા, મોટાભાગના આતંકીઓ શિક્ષિત
સેના અને પોલીસે જણાવ્યું કે મૃતકોમાં 24 આતંકીઓ હતા, મોટાભાગના આતંકી કુપવાડાની બોર્ડર પાસે ઠાર કરાયા, આ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા, હિજબુલ મુજાહિદીન, જૈશ એ મોહમ્મદ અને અલ બદ્ર સમૂહના હતા. જેમણે થોડા સમય પહેલા જ ઘાટીમાં ઘુસણખોરી કરી હતી. ઉત્તર કાશ્મીરમાં તૈનાત એક સૈન્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓ શિક્ષિત હતા જેમને પી.ઓ.કે પાસેથી ઘુસણખોરી કરાવવામાં આવી હતી.
રમજાનમાં ગ્રેનેડ હુમલામાં પણ વધારો
આ સિવાય રમજાન મહિનામાં ગ્રેનેડ હુમલામાં પણ વધારો થયો. અધિકારીઓએ જણાવ્યું કે ગ્રેનેડ હુમલામાં 62 સામાન્ય નાગરીક અને 29 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. જે છેલ્લા બે વર્ષમાં દર મહિને ઘટતી ઘટનામાં સૌથી વધુ છે. તો બીજી તરફ સુરક્ષાકર્મીઓના હાથે સામાન્ય નાગરીકના મૌતનો આંકડો ઘટ્યો છે. ગત વર્ષે રમજાન મહિનામાં પથ્થરબાજીની 200 ઘટનાઓ ઘટી હતી, આ વખતે 60 ઘટના ઘટી છે.
બીજી તરફ સુરક્ષા એજેન્સીઓએ આવનારી અમરનાથ યાત્રાને લઇને પણ સરકાર અને સેનાને એલર્ટ આપ્યું છે. તો દક્ષિણ કાશ્મીર વિસ્તારમાં સૈન્ય અભિયાન ચલાવવાની પણ સલાહ આપવામાં આવી હતી.