બિહારમાં થઈ રહ્યો છે ચમત્કાર! 65 વર્ષીય વૃદ્ધ મહિલા 14 મહિનામાં આઠ વખત બની ગઈ `માતા`
બિહારમાં એક 65 વર્ષીય મહિલાએ છેલ્લા 14 મહિનામાં આઠ બાળકીઓને જન્મ આપ્યો છે. તો અન્ય મામલામાં એક મહિલા છેલ્લા 9 મહિનામાં પાંચ બાળકીઓની માતા બની ગઈ છે.
પટનાઃ બિહાર (Bihar)થી એક એવા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને તમને પણ વિશ્વાસ થશે નહીં. માત્ર 14 મહિના (14 Month)મા એક મહિલાએ 8 બાળકીઓને જન્મ આપ્યો છે. આ કોઈ ફિલ્મી કે દૈવીય કહાની નહીં પરંતુ સરકારી રેકોર્ડ (Official record)મા છે.
બિહારમાં એક 65 વર્ષીય મહિલાએ છેલ્લા 14 મહિનામાં આઠ બાળકીઓને જન્મ આપ્યો છે. તો અન્ય મામલામાં એક મહિલા છેલ્લા 9 મહિનામાં પાંચ બાળકીઓની માતા બની ગઈ છે. એવું બની શકે કે કેટલીક મહિલાઓએ બાળકીના જન્મ પર મળનારી પ્રોત્સાહન રાશિ (Incentives) લેવા માટે આમ કર્યું હોય. પરંતુ સવાલ છે કે પછી સરકારી રેકોર્ડ (Official record) કઈ રીતે હાજર છે?
હકીકતમાં, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (National Health Mission)ની જોગવાઈ હેઠળ બાળકીઓને જન્મ આપનારને રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ તરફથી 1400 રૂપિયા પ્રોત્સાહન રકમ હેઠળ મળે છે. મુઝફ્ફરપુર (Muzaffarpur)ના મશહરી બ્લોક (Mushahari Block)ની 65 વર્ષીય લીલા દેવીએ છેલ્લા 14 મહિનામાં બધી 8 બાળકી માટે પ્રોત્સાહન રાશિની પોતાની રકમ લીધી છે. તેવામાં અન્ય એક મહિલા સોનિયા દેવીએ પણ છેલ્લા 9 મહિનામાં બધી 5 બાળકીઓને જન્મ આપવાની પ્રોત્સાહન રાશિ લીધી છે. જ્યારે આ મહિલાઓ માત્ર કાગળ પર (On paper) માતા બની છે.
બલરામપુર પહોંચી દિલ્હી એટીએસની ટીમ, ઘર સીલ કર્યું, થઈ રહી છે પૂછપરછ
હાલ તો આ ઘટના સામે આવ્યા બાદ મુઝફ્ફરપુરના જિલ્લાધિકારી ચંદ્રશેખર સિંહે તેની તપાસ માટે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેડિસ્ટ્રેટ (Additional District Magistrate)ની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરી છે. સિંહે કહ્યું, પ્રથમ દ્રષ્ટિએ તો આ એક કૌભાંડ લાગી રહ્યું છે. બની શકે કે તેમાં સરકારી અધિકારી સામેલ હોય. અમે તપાસ માટે કમિટીની રચના કરી દીધી છે.
પરંતુ આ બધા વચ્ચે સરકારી કામકાજ પર સવાલ ઉઠી રહ્યાં છે. સાથે વિભાગમાં અન્ય કૌભાંડોની ગંધ આવી રહી છે. તપાસ ટીમનો રિપોર્ટ આવ્યા બાદ સત્ય સામે આવશે કે આખરે આ અદ્ભુદ કૌભાંગમાં કોનો હાથ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર