ક્યાંક ગુપ્તાંગ કાપી દેવાય છે તો ક્યાંય ગોળી મારી દેવાય છે, વિશ્વમાં છે આવા કડક કાયદા
દેશમાં સતત વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓ બાદ સમગ્ર દેશનાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ હૈદરાબાદ ગેંગરેપનાં આરોપીઓનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. લોકો રેપના આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવાની માંગ કરી રહ્યા છે. આવો એવામાં આપણે એવા દેશો વિશે જાણીએ જ્યાં દુષ્કર્મની ખુબ જ મોટી સજા અપાય છે.
અમદાવાદ : દેશમાં સતત વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓ બાદ સમગ્ર દેશનાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ હૈદરાબાદ ગેંગરેપનાં આરોપીઓનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. લોકો રેપના આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવાની માંગ કરી રહ્યા છે. આવો એવામાં આપણે એવા દેશો વિશે જાણીએ જ્યાં દુષ્કર્મની ખુબ જ મોટી સજા અપાય છે.
હૈદરાબાદ: એન્કાઉન્ટરની એ 30 મિનિટ, જેમાં 4 આરોપીઓ ઠાર...પોલીસ કમિશનરે જણાવી એક એક વિગત
ચીન: ચીનમાં દુષ્કર્મનાં આરોપીઓને મૃત્યુદંડની સજાનું પ્રાવધાન છે. કેટલાક કિસ્સાઓમાં આરોપીઓનાં ગુપ્તાંગ પણ કાપી નાખવામાં આવે છે.
ઇરાન : ઇરાનમાં દોષીતોને ફાંસીની સજા આપવામાં આવે છે અથવા ગોળીઓ મારી દેવામાં આવી છે. કેટલાક કિસ્સાઓમાં પીડિતનાં પરિવારને સુલહ બાદ દોષીતોને સજા આપવામાં આવતી નથી. જો કે તેમ છતા દોષીતને 100 કોરડા ફટકારવામાં આવે છે અથવા આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે.
પોક્સો એક્ટ હેઠળ રેપના દોષિતો માટે દયા અરજી ન હોવી જોઈએ: રાષ્ટ્રપતિ
નિર્ભયાના દોષિતની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી
અફઘાનિસ્તાન : અફઘાનિસ્તાનમાં માત્ર ચાર જ દિવસની અંદર બળાત્કારીને ગોળી મારીને ઠાર મારવાનો નિર્ણય છે.
ઉતર કોરિયા : ઉતર કોરિયામાં દુષ્કર્મ જેવા ગુનાઓ માટે કોઇ છુટ મળતી નથી. રેપિસ્ટને તુરંત જ સજા ફટકારવામાં આવે છે. રેપનાં દોષીત વ્યક્તિનાં માથામાં જ ગોળી મારી દેવામાં આવે છે.
સઉદી અરબ: સાઉદી અરબમાં કોઇ વ્યક્તિને રેપનાં દોષીત ઠેરવ્યા બાદ જાહેર રીતે તેનું ગળુ કાપી નાખવામાં આવે છે.
હૈદરાબાદ: એન્કાઉન્ટર પર BJP મહિલા સાંસદે ઉઠાવ્યાં સવાલ, કહ્યું-'જે પણ થયું ખુબ ભયાનક થયું'
સંયુક્ત આરબ અમિરાત : સંયુક્ત આરબ અમિરાત યૌન હિંસા અથા દુષ્કર્મની ફાંસી છે. 7 દિવસની અંદર દોષીતોને સજા આપી દેવામાં આવે છે.
ઇજીપ્ત : ઇજીપ્તમાં રેપનાં દોષીત વ્યક્તિની જાહેરમાં શુળીને ચડાવી દેવામાં આવે છે. એવું માત્ર એટલા માટે કરવામાં આવે છે જેથી આ જધન્ય અપરાધનાં દંડતી લોકોમાં ભય યથાવત્ત રહે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube