Thane માં બિલ્ડીંગનો ભાગ તૂટતાં 7 લોકોના દર્દનાક મોત, રાહત અને બચાવ કાર્ય શરૂ
ઘટનાસ્થળે પહોંચેલી ફાયર વિભાગ (Fire Brigade ) ની ટીમે કાટમાળમાં દબાયેલા 7 લોકોની લાશ બહાર કાઢી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડીંગ લગભગ 26 વર્ષ જૂની હતી. અકસ્માત બાદ બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી છે.
મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) અને થાણે (Thane) જિલ્લામાં એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં શુક્રવારે મોડી રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ મુંબઇના ઉલ્હાસનગરમાં એક 5 માળની બિલ્ડીંગનો એક ભાગ અચાનક તૂટી પડતાં 7 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉલ્હાસનગરના સિદ્ધિ ઇમારતનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાથી નાસભાગ મચી જવા પામી હતી. સમાચાર મળતાં જ થાણે મહાનગરપાલિક અને TDRF ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
7 લાશ મળી
ઘટનાસ્થળે પહોંચેલી ફાયર વિભાગ (Fire Brigade ) ની ટીમે કાટમાળમાં દબાયેલા 7 લોકોની લાશ બહાર કાઢી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડીંગ લગભગ 26 વર્ષ જૂની હતી. અકસ્માત બાદ બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી છે. ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિજનો માટે મંત્રી એકનાથ શિંદેએ 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી દીધી છે.
1 જૂનથી મોંઘી બનશે હવાઇ મુસાફરી, એવિએશન મંત્રાલયે 15 ટકા ભાડા વધારાને આપી મંજૂરી
કેસ તપાસ ચાલું
બિલ્ડીંગ કેવી રીતે પડી ગઇ તેની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અહીં હજુ સુધી કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. તો બીજી તરફ થાણે નગર નિગમનું બચાવ અભિયાન ચાલુ છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારી પણ ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘટનાસ્થળ પર છે. આ લોકો કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યા છે.
મૃત લોકોની યાદી
1. પુનીત બજોમલ ચાંદવાણી (ઉંમર 17 વર્ષ)
2. દિનેશ બજોમલ ચાંદવાણી (ઉંમર 40 વર્ષ)
3. દીપક બજોમલ ચાંદવાણી (ઉંમર 42 વર્ષ)
4. મોહિની બજોમલ ચાંદવાણી (ઉંમર 65 વર્ષ)
5. કૃષ્ણા ઇનૂચંદ બજાજ (ઉંમર 24 વર્ષ)
6. અમૃતા ઇનૂચંદ બજાજ (ઉંમર 54 વર્ષ)
7. લવલી બજાજ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube