જમ્મૂ-કાશ્મીર: કાશ્મીરમાં શનિવારે સાત લોકોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઇ જેથી જમ્મૂ કાશ્મીરમાં કુલ કેસ વધીને 28 થઇ ગયા. અધિકારીઓએ જણાવ્યું કે નવા પોઝિટિવ કેસ સંપર્કમાં આવનાર લોકોની તપાસ કરવામાં આવી રહી છે. સરકારના પ્રવક્તા રોહિત કંસલે જણાવ્યું કે શ્રીનગરમાં આજે સાતેય નવા પોઝિટિવ કેસ સામે આવ્યા. ચાર લોકોએ એક ધાર્મિક સ્થળ પર પોઝિટિવ કેસના સંપર્કમાં આવવાથી સંક્રમણ થયું જ્યારે ત્રણ અન્યએ જમ્મૂ કાશ્મીરથી બહારની યાત્રા કરી હતી. તેમણે ટ્વિટ કર્યું આ દુખદ છે. પરંતુ સૂચના મળવાનો અર્થ છે કે તૈયાર રહેવું. કેન્દ્ર શાસિત પ્રદેશના કુલ 28 કેસમાંથી 21 કાશ્મીરમાં જ્યારે સાત જમ્મૂ ક્ષેત્રમાં સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે સાત વ્યક્તિઓમાં જવાહરનગર નગર શ્રીનગરના એક 56 વર્ષીય વ્યક્તિ સામેલ છે. જે ઇંડોનેશિયાથી યાત્રા કરીને ભારત પરત ફર્યો હતો. ચાર વ્યક્તિ, જેમની ઉંમર 28 થી 35 વચ્ચે છે. આ તમામ બાંદીપોરા જિલ્લાના હાજિન વિસ્તારથી છે. એક અધિકારીએ તેની પુષ્ટિ કરતાં કહ્યું કે આ તમામ હાલ અહીં ચેસ્ટા રોગ હોસ્પિટલમાં (સીડી)માં દાખલ છે અને તેમના ટેસ્ટ તાજેતરમાં મળ્યા હતા. 


અધિકારી કહ્યું ''ટેસ્ટ રિપોર્ટ આજે પ્રાપ્ત થયા અને તે પોઝિટિવ છે. અધિકારી આ સુનિશ્વિત કરવા માટે આકરી મહેનત કરી રહ્યા છે કે 21 દિવસના લોકડાઉન  દરમિયાન ઘરમાં જ રહો. જમ્મૂ કાશ્મીરમાં કોરોનાનો સામનો કરવા માટે પહેલાં જ ખાસ 11 હોસ્પિટલો અને 3400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર