નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કહ્યું કે સાત રાજ્યો-કેરલ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાના, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લૂ (Bird Flu) ફેલાવવાની પુષ્ટિ થઇ ગઇ છે, તો બીજી તરફ દિલ્હી અને મહારાષ્ટ્રના નમૂનાના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. પશુપાલન અને ડેરી વિભાગે એક નિવેદનમાં કહ્યું કે છત્તીસગઢના બાલોદ જિલ્લામાંથી જંગલી પક્ષીઓના કોઇ નમૂનામાં સંક્રમણની પુષ્તિ થઇ નથી જેની પહેલાં તપાસ કરવામાં આવી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Virat Kohli અને Anushka Sharma ના ઘરે જન્મ લેશે નાની પરી? જાણો ભવિષ્યવાણી


હરિયાણાના પંચકૂલા જિલ્લામાં બે કુક્કુટ ફાર્મમાં એવિયન ઇન્ફ્લુએંજા (બર્ડફ્લૂ)ના સંક્રમણની પુષ્ટિ થયા બાદ રાજ્ય સરકારે નવ ત્વરિત પ્રતિક્રિયા દળ તૈનાત કર્યા છે અને બંને કેન્દ્રો પર સારવાર અભિયાન ચાલુ છે. ગુજરાતના સુરત જિલ્લામાં અને રાજસ્થાનના સિરોહી જિલ્લામાં કાગડા અને વન્ય પક્ષીઓના નમૂનામાં એવિયન ઇન્ફ્લુએંજા  (H5N1, avian influenza)ની પુષ્ટિ થઇ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઉપરાંત કાંગડા જિલ્લા (હિમાચલ પ્રદેશ)થી 86 કાગડા અને બે બગલાના અસામાન્ય મોતના સમાચાર આવ્યા છે. 


આ રાજ્યોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે Avian influenza
તેમાં કહેવામાં આવી રહ્યું ચેહ કે 'નાહન, બિલાસપુર અને મંડી (હિમાચલ પ્રદેશ)થી પણ જંગલી પક્ષીઓના અસામાન્ય મોતના સમાચાર આવ્યા છે અને નમૂનાની તપાસ માટે પ્રયોગશાળામાં મોકલી દેવામાં આવ્યા છે. વિભાગે પ્રભાવિત રાજ્યોને સંક્રમણને વધુ ફેલાતા રોકવા માટે ચર્ચા ચાલુ કરી છે. નિવેદન અનુસાર ''અત્યાર સુધી સાત રાજ્યો (કેરલ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશ)થી બર્ડ ફ્લૂની પુષ્ટિ થઇ છે. 

આ છે દુનિયાની સૌથી મોંઘી 5 Cigarette Brands, કિંમત સાંભળીને ઉડી જશે હોશ


દિલ્હી અને મહારાષ્ટ્રમાં સેમ્પલ રિપોર્ટનો ઇંતઝાર
કેન્દ્રએ કહ્યું કે દિલ્હી અને મહારાષ્ટ્રના નમૂનાના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે જેમને પ્રયોગશાળમાં મોકલવામાં આવ્યા છે. કેરલના બેને પ્રભાવિત જિલ્લામાં નિયંત્રણ અને સારવારનું કામ કરી લીધું છે. રાજ્યને અભિયાન બાદ દેખરેખ કાર્યક્રમ સંબંધી દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ પર દેખરેખ રાખવા માટે રચવામાં આવેલી કેન્દ્રીય દળ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરી રહી છે. કેરલમાં નવ જાન્યુઆરીના રોજ કેન્દ્રીય દળ પહોંચ્યું અને તે પ્રભાવિત વિસ્તારોમાં નિરિક્ષણ કરી રહી છે. એક અન્ય કેન્દ્રીય ટુકડી 10 જાન્યુઆરીના રોજ હિમાચલ પ્રદેશ પહોંચ્યા તો પ્રભાવિત વિસ્તારોનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube