70th Republic Day: રાજપથ પર અદ્ભુત નજારો, દુનિયાએ નિહાળી ભારતની શક્તિ
પરેડની શરૂઆતમાં T-90 ટેંકની ઝાંખીએ સૌ કોઇનું ઘ્યાન ખેચ્યું હતું. મુખ્ય અતિથી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા તેમની પત્ની સાથે ખુબજ ઉત્સુકાતની સાથે પરેડનો આનંદ માણી રહ્યાં છે.
નવી દિલ્હી: 70માં ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજપથ પર ધ્વજ ફરકાવ્યો છે. તેમણે લાંસ નાયક અયૂબ અલી (મરણોપરાંત)ને અશોક ચક્રથી સન્માનિત કર્યા છે. અયૂબના પરિવારજનોએ આ સન્માન હાંસલ કર્યું છે. ત્યાર બાદ પરેડ શરૂ કરવામાં આવી છે. સેનાની જુદી-જુદી ટુકડીઓ તેમની શક્તિનું પ્રદર્શન કરી રહ્યાં છે. પરેડની શરૂઆતમાં T-90 ટેંકની ઝાંખીએ સૌ કોઇનું ઘ્યાન ખેચ્યું હતું. મુખ્ય અતિથી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા તેમની પત્ની સાથે ખુબજ ઉત્સુકાતની સાથે પરેડનો આનંદ માણી રહ્યાં છે.
વધુમાં વાંચો: Republic day 2019: અમર જવાન જ્યોત પર PM મોદીએ શહીદોને આપી શ્રદ્ધાંજલી
આ ચાવાળો છે કંઇક અલગ: PM પહોંચ્યા હતા તેને મળવા, હવે મળ્યું આટલું મોટું સન્માન
આ વર્ષના ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન રાજપથ પર યોજનાર પરેડનું મુખ્ય આકર્ષણોમાં 58 જનજાતીય અતિથિ, જુદા-જુદા રાજ્યો અને કેન્દ્ર સરકારના વિભાગોની 22 ઝાંખીઓ તથા જુદી-જુદી સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુતિઓ પ્રસ્તુત કરવામાં આવશે. શનિવારે ગણતંત્ર દિવસ પર આયોજીત કાર્યક્રમમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા મુખ્ય અતિથિ હશે. ગણતંત્ર દિવસ સમારોહની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતી પર શહીદોને પુષ્પચક્ર અર્પણ કરશે.
70th Republic Day: ગણતંત્ર દિવસની પરેડ હશે ખાસ, 22 ઝાંખીઓમાં જોવા મળશે દેશભક્તિ
ગુહ મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે ગણતંત્ર દિવસ પર જુદા-જુદા રાજ્યોની ઝાંખીની સાથે સાંસ્કૃતિક, એએતિહાસિક અને વિકાસ પર આધારિત કેન્દ્ર સરકારના વિભાગોની ઝાંખી પહેડનો ભાગ હશે. સાંસ્કૃતિક વિષય પર આધારિત કેટલીક ઝાંખીઓ માટે લોક નૃત્ય પણ હશે. રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા 26 બાળકો પણ ખુલ્લી જીપમાં બેસીને ઝાંખીનો ભાગ બનશે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે ગણતંત્ર દિવસ પરેડનો સમય લગભગ 90 મિનિટ હશે.