Republic day 2019: અમર જવાન જ્યોત પર PM મોદીએ શહીદોને આપી શ્રદ્ધાંજલી
પીએમ મોદીએ નેવીના અંદાજમાં અમર જવાન જ્યોતને સેલ્યૂટ કર્યું હતું. હકિકતમાં, આ રીત સેલ્યૂટ કરવાના અર્થ છે કે તેઓ કોઇ હથિયાર વગર ખુલ્લા મનથી સેલ્યૂટ કરી રહ્યાં છે. આ પહેલા પીએમ મોદીએ ટ્વિટર પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 70માં ગણતંત્ર દિવસ (Republic day 2019)ના સમય પર શનિવારે અમર જવાન જ્યોત પર દેશ માટે શહીદ થયેલા વીરોને શ્રદ્ધાજલી આપી હતી. પીએમ મોદીએ નેવીના અંદાજમાં અમર જવાન જ્યોતને સેલ્યૂટ કર્યું હતું. હકિકતમાં, આ રીત સેલ્યૂટ કરવાના અર્થ છે કે તેઓ કોઇ હથિયાર વગર ખુલ્લા મનથી સેલ્યૂટ કરી રહ્યાં છે. આ પહેલા પીએમ મોદીએ ટ્વિટર પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વિટ કર્યું, ‘દરેક ભારતવાસીઓને ગણતંત્ર દિવસના અભિનંદન.’ આ પ્રસંગે ઘણા નેતાઓએ અભિનંદન પાઠવવા માટે સોશિયલ મીડિયાને માધ્યમ બનાવ્યું છે.
કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોરે ટ્વિટ કર્યું, ગણતંત્ર દિવસ 2019ના પ્રસંગે ચાલો દેશ પ્રત્યે આપણે સંકલ્પ પુનરાવર્તિત કરીએ. ચાલો આપણે બંધારણમાં સમાયેલા ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાના આદર્શોને જીવવાનો પ્રયાસ કરીએ. ચાલે... એક સારા, મજબૂત ભારતની તરફ આગળ વધીએ. ચાલો ગર્વની સાથે, એક સ્વરમાં કહીંએ... જય હિંદ’
કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ ટ્વિટ કર્યું, ‘ગણતંત્ર દિવસ 2019ના દરેકને અભિનંદન’
રેલવે મંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય મંત્રીઓ... મેનકા ગાંધી, સ્મૃતિ ઇરાની, પ્રકાશ જાવડેકર અને જેપી નડ્ડા તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટરના માધ્યમથી લોકોને અભિનંદન પાઠવ્યા છે.
પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઇન્ડિયા ગેટ પર અમર જ્યોત પર પુષ્પચક્ર અર્પણ કર્યા બાદ ગણતંત્ર દિવસ પરેડ શરૂ કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા આ કાર્યક્રમના મુખ્ય અતિથિ રહ્યાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે