મૈસૂર: કર્ણાટક (Karnataka) ના મૈસૂરમાં રહેવાની એક મહિલાએ લગ્ન માટે જાહેરાત આપી છે. આમ તો જાહેરાત આપવી સામાન્ય વાત છે, પરંતુ આ કેસને જે ખાસ બનાવે છે તે છે મહિલાની ઉંમર. મૈટ્રિમોનિયલ એડ (Matrimonial Adv) દ્રારા જીવનસાથીને શોધી રહેલી આ મહિલાની ઉંમર 73 વર્ષની છે. સરકારી નોકરીમાંથી નિવૃત મહિલાના આ નિર્ણય અને આત્મવિશ્વાસની ચારેયતરફ ચર્ચા થઇ રહી છે. લોકોનું કહેવું છે કે ઉંમરના આ પડાવમાં ફરીથી ઘર વસાવવા વિશે વિચારવું ખાસ વાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Social Media પર વાયરલ
ટાઇમ્સ ઓફ ઇન્ડીયામાં છપાયેલા સમાચાર અનુસાર જાહેરાતમાં મહિલાએ કહ્યું કે હું 73 વર્ષીય નિવૃત ટીચર છું. મને એક સ્વસ્થ્ય બ્રાહ્મણ વ્યક્તિની શોધ છે. જે મારા કરતાં મોટો હોય. મારી સાથે સમય વિતાવવા માટે એક સાથીની જરૂર છે. સમાચારમાં પ્રકાશિત આ જાહેરાત સોશિયલ મીડિયા (Social Media) પર પણ વાયરલ થઇ રહી છે. લોકો પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. કેટલીક મહિલાઓએ શુભેચ્છાઓ પણ આપી, તો કેટલાકે છેતરપિંડીથી બચવાની સલાહ આપી.

રાજકોટમાં કોરોનાની નવી પેટર્ન, "ફેમેલી બન્ચિંગ", એપ્રિલ મહિનામાં સામે આવ્યા આટલા કિસ્સા


Family માં હવે કોઇ નથી બચ્યું
મહિલા ઉંમરના આ પડવામાં પોતાને એકલી અનુભવી રહી છે. તેમણે જણાવ્યું કે તેમના પરિવારમાં કોઇ બચ્યું નથી. પતિ સાથે ઘણા સમય પહેલાં છુટાછેડા થઇ ગયા છે અને માતા-પિતાના મૃત્યું બાદ તે એકલી થઇ ગઇ છે. મહિલાના અનુસાર તેમને એકલા ડર લાગે છે, એટલા માટે તેમને જીવનસાથીની તલાશ શરૂ કરી દીધી છે. જેથી બાકીની જીંદગી કોઇની સાથે પોતાના અનુભવ શેર કરતાં પસાર કરી શકે. 


આ માટે ન કર્યા બીજા Marriage
મહિલાએ કહ્યું કે તેમનું લગ્નજીવન એકદમ દર્દ ભરેલું રહ્યું છે. લગ્નમાં મળેલા દુખ અને ત્યારબાદ છુટાછેડાની પીડાના લીધે તેમણે બીજા લગ્ન માટે વિચાર્યું નહી પરંતુ ઉંમરના અંતિમ પડાવામાં તેમને એક હમસફરની જરૂર અનુભવાય છે. જેની સાથે તે પોતાના સુખ, દુખ શેર કરી શકે. જેની સાથે તે પોતાની એકલતા દૂર કરવા માટે વાતચીત કરી શકે. 

દેશમાં કોરોનાના 1.45 લાખથી વધુ નવા કેસ, એક્ટિવ કેસનો આંકડો 10 લાખને પાર


Youth ને પસંદ આવ્યું Decision
મહિલાએ આ સાહસિક પગલાંને યુવાનો દ્રારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. તેમનું માનવું છે કે 73 વર્ષની ઉંમરમાં લગ્નની ઇચ્છા જાહેર કરતાં મહિલાએ સમાજની સાંસ્કૃતિક રૂઢીઓને તોડવાનો પ્રયત્ન કર્યો છે. તો બીજી તરફ એક્ટિવિસ્ટ રૂપા હસનનું કહેવું છે કે મહિલાને એકદમ સાવધાની સાથે આગળ વધવું જોઇએ. કારણ કે ક્રાઇમ તેમની ભાવનાઓ સાથે રમીને તેમને નુકસાન પહોંચાડી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube