7th Pay Commission: HBA નો ફાયદો લેનારા કેન્દ્રીય કર્મચારીઓ સાવધાન! નિયમ તોડનારા પર કાર્યવાહીની તૈયારી
જો તમે કેન્દ્રીય કર્મચારી હોવ અને તમે પણ સરકારની આ સુવિધા હેઠળ પૈસા લીધા હશે પરંતુ તેનો ઉપયોગ નિયમ મુજબ નહીં કર્યો હોય તો તમારા માટે મુશ્કેલીઓ વધી શકે છે.
7th Pay Commission Latest News: કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને અનેક પ્રકારની સુવિધાઓ આપે છે. જેમાંથી એક સુવિધા છે હાઉસ બિલ્ડિંગ એડવાન્સ (House Building Advance). જે કર્મચારીઓને ઘર બનાવવા માટે આપવામાં આવે છે. જો તમે કેન્દ્રીય કર્મચારી હોવ અને તમે પણ સરકારની આ સુવિધા હેઠળ પૈસા લીધા હશે પરંતુ તેનો ઉપયોગ નિયમ મુજબ ઘર બનાવવામાં નહીં કર્યો હોય તો તમારા માટે મુશ્કેલીઓ વધી શકે છે.
નિયમ તોડનારાઓ પર કાર્યવાહીની તૈયારી
અત્રે જણાવવાનું કે સરકારે એવો આદેશ બહાર પાડ્યો છે કે એવા કર્મચારી જેમણે મકાન કે ફ્લેટ બનાવવા માટે કે ખરીદવા માટે HBA સ્કીમ હેઠળ પેસા ઉઠાવ્યા છે, તેમણે House Building Advance Rules (HBA)- 2017 ના નિયમ 7b નું કડકાઈથી પાલન કરવું પડશે. જો નિયમોનો છડે ચોક ભંગ કરાયો તો તેમના પર કડક કાર્યવાહી થઈ શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં ADG (Estt) ડી કે ત્રિપાઠીના જણાવ્યાં મુજબ HBA લેનારા કર્મચારીઓ આ નિયમનું પાલન કરતા નથી. કારણ કે તેમને લાગે છે કે આવું ન કરીને તેઓ આરામથી બચી જશે. પરંતુ અમે તેમને આ અંગે બધાને સર્કિલમાં નોટિસ પાઠવી દીધી છે અને એવો આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે તેના પર તરત અમલ કરવામાં આવે.
શું હોય છે Rule 7b
આ નિયમ હેઠળ હાઉસ બિલ્ડિંગ એડવાન્સ લેનારા કર્મચારીઓએ પોતાના મકાનનો વીમો કરાવવાનો રહે છે. જેનો ખર્ચ પોતે જ ઉઠાવવો પડે છે. તેની એક શરત એ પણ છે કે વીમાની રકમ HBA ની રાશિ જેટલી હોવી જોઈએ. ડી કે ત્રિપાઠીનું કહેવું છે કે રૂલ બુક મુજબ ઘરનો વીમો ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDA થી માન્યતા પ્રાપ્ત વીમા કંપનીઓ પાસેથી લેવાનો રહેશે અને પોલીસીની કોપી પોતાના ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવાની રહેશે.
Gayatri Devi, India ના સૌથી Beautiful મહારાણી, તિહાડ જેલમાં 5 મહિના ભોગવ્યો જેલવાસ
ઘરના વીમામાં શું શું કવર થશે
HBA હેઠળ લેવાયેલી વીમા પોલીસીમાં અનેક દુર્ઘટનાઓને કવર કરાઈ છે. જેમ કે ઘરમાં આગ લાગવાની, પૂર, અને વીજળીથી થતું નુકસાન કવર થશે. આ પોલીસે ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી કર્મચારી એડવાન્સને ચૂકતે ન કરી દે. ડી કે ત્રિપાઠીના જણાવ્યાં મુજબ દરેક HoD ને કહેવામાં આવ્યું છે કે દર વર્ષે જુલાઈ મહિનામાં પોલીસી પ્રમાણપત્રની કોપી કર્મચારીઓ તરફથી જમા કરાવે, બધી સર્કિલે આ નિયમને કડકાઈથી માનવો પડશે.
India-China Dispute: ચીન સાથે પૂર્વ મોરચે ભારતે ઉઠાવ્યું મોટું પગલું, રાફેલ ફાઈટર વિમાન તૈનાત કર્યા
શું હોય છે HBA
કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને House Building Advance આપે છે. જેમાં કર્મચારી પોતે કે પોતાની પત્નીના પ્લોટ પર ઘર બનાવવા માટે એડવાન્સ રકમ લઈ શકે છે. આ યોજના 1 ઓક્ટોબર 2020થી શરૂ થઈ હતી અને તે હેઠળ 31 માર્ચ 2022 સુધી કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને 7.9 ટકા વ્યાજ દર પર હાઉસ બિલ્ડિંગ એડવાન્સ આપે છે. સાતમા પગાર પંચની ભલામણો અને HBA નિયમો મુજબ કર્મચારી નવા મકાન કે નિર્માણ કે નવું ઘર-ફ્લેટ ખરીદવા માટે 34 મહિનાની બેઝિક સેલરી, વધુમાં વધુ 25 લાખ રૂપિયા કે મકાનની કિંમત કે એડવાન્સ ચૂકવવાની ક્ષમતામાંથી જે પણ ઓછું હોય એટલી એમાઉન્ટ એડવાન્સ લઈ શકે છે. એડવાન્સ પર 7.9 ટકાનું વ્યાજ લાગે છે. 5 વર્ષથી સતત સેવા આપનારા અસ્થાયી કર્મચારી પણ આ સુવિધાનો ફાયદો લઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube