Gayatri Devi, India ના સૌથી Beautiful મહારાણી, તિહાડ જેલમાં 5 મહિના ભોગવ્યો જેલવાસ

જયપુરના મહારાણી ગાયત્રી દેવીની આજે પુણ્યતિથિ છે. દિલ્હીની તિહાડ જેલમાં એક સમયે જેલવાસ ભોગવી ચૂકેલા ગાયત્રી દેવી ભારતના સૌથી ખુબસુરત મહારાણી હતા.

Gayatri Devi, India ના સૌથી Beautiful મહારાણી, તિહાડ જેલમાં 5 મહિના ભોગવ્યો જેલવાસ

જયપુરના મહારાણી ગાયત્રી દેવીની આજે પુણ્યતિથિ છે. દિલ્હીની તિહાડ જેલમાં એક સમયે જેલવાસ ભોગવી ચૂકેલા ગાયત્રી દેવી ભારતના સૌથી ખુબસુરત મહારાણી હતા. તેઓ તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના આલોચક હતા. મહારાણી ગાયત્રીદેવીની ઈમરજન્સી દરમિયાન ધરપકડ થઈ હતી. મહારાણી કોંગ્રેસ વિરુદ્ધ સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા હતા. 

મહારાણી દુનિયાની ટોપ 10 સુંદર મહિલાઓમાં હતા સામેલ
એવું કહેવાય છે કે મહારાણી ગાયત્રી દેવી એક અસાધારણ મહિલા હતા. સુંદર હોવાની સાથે સાથે તેઓ ખુબ બુદ્ધિશાળી પણ હતા. મહારાણી ગાયત્રી દેવીનું નામ Vogue મેગેઝીનની સૌથી સુંદર 10 મહિલાઓની યાદીમાં સામેલ હતું. 

Maharani Gayatri Devis name in Guinness Book of World Records

ગિનિસ બુકમાં નોંધાયો રેકોર્ડ
મહારાણી ગાયત્રી દેવી 1962થી 1975 સુધી સતત સાંસદ રહ્યા. 1962માં તેઓ પહેલીવાર સ્વતંત્ર પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના ઉમેદવાર શારદા દેવીને મોટા માર્જિનથી હરાવ્યા. તેમને 250,272 થી 192,909 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 35,217 મત મળ્યા હતા. ચૂંટણીમાં આટલા મોટા માર્જિનથી જીત મેળવ્યા બાદ તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયુ હતું. 

Cooch Behar Princess Gayatri Devi Born in London

કૂચ બિહારના રાજકુમારી હતા મહારાણી ગાયત્રી દેવી
મહારાણી ગાયત્રી દેવીનો જન્મ 23મી મે 1919ના રોજ યુનાઈટેડ કિંગડમના લંડનમાં થયો હતો. તેમના પિતાનું નામ જિતેન્દ્ર નારાયણ અને માતાનું નામ ઈન્દિરા દેવી હતું. મહારાણી ગાયત્રી દેવીના પિતા બંગાળના કૂચ બિહારના રાજા હતા. મહારાણી ગાયત્રી દેવીના લગ્ન જયપુરના રાજા મહારાજા સવાઈ માનસિંહ સાથે 9 મે 1940ના રોજ થયા હતા. 

Maharani Gayatri Devi jailed for almost five months during emergency

કટોકટીમાં થઈ ધરપકડ
મહારાણી ગાયત્રી દેવી લગભગ 5 મહિના સુધી દિલ્હીની તિહાડ જેલમાં કેદ હતા. કટોકટી દરમિયાન 1975માં તેમને અઘોષિત સંપત્તિના આરોપમાં ધરપકડ કરાયા હતા. જેલથી છૂટ્યાના લગભગ 1 વર્ષ બાદ તેમણે રાજકારણમાંથી સન્યાસ લઈ લીધો હતો. 

આજે તેમની પુણ્યતિથિ
મહારાણી ગાયત્રીદેવીનું નિધન 90 વર્ષની ઉંમરે 29 જુલાઈ 2009ના રોજ થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news