કેન્દ્રીય કર્મચારીઓ માટે સાતમા પગાર પંચ બાદ નવા પગાર પંચની ડિમાન્ડ થઈ રહી છે. જો કે એ થશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. પરંતુ આ બધા વચ્ચે એવા સમાચાર આવી રહ્યા છે કે 7th CPC ની ભલામણોના આધારે કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ વેતનને વધારવા માટે ફિટમેન્ટ ફેક્ટર વધારવા પર વિચાર થઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટર બેઝિક પગારના 2.57 ગણો છે. પરંતુ તેને વધારીને 3 ગણો કરવામાં આવી શકે છે. જો કે આ ડિમાન્ડ વર્ષ 2017 બાદથી સતત થઈ રહી છે. પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. સૂત્રોનું માનીએ તો જલદી સરકાર એ મૂડમાં છે, જો ફિટમેન્ટ ફેક્ટર 3 ગણું થાય તો કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગાર 27,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. હાલ લેવલ 1 પર કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18,000 છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઝિક પગાર પર લાગે ફિટમેન્ટ ફેક્ટર
કેન્દ્રીય કર્મચારીઓના પગાર નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટરની સૌથી મોટી ભૂમિકા છે. સાતમા પગાર પંચની ભલામણો મુજબ કેન્દ્રીય કર્મચારીઓના કુલ પગાર ભથ્થા ઉપરાંત બેઝિક પગાર અને ફિટમેન્ટ ફેક્ટરથી નક્કી થાય છે. એટલે કે કેન્દ્રીય કર્મચારીઓના પગાર અઢી ગણાથી કેલ્ક્યુલેટ થઈને વધારવામાં આવે છે. 


શું હોય છે ફિટમેન્ટ ફેક્ટરની ભૂમિકા?
સાતમા પગાર પંચની ભલામણો મુજબ ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે. કેન્દ્રીય કર્મચારીઓનો પગાર નક્કી કરતી વખતે ભથ્થા ઉપરાંત જેમ કે મોંઘવારી ભથ્થું (ડીએ). મુસાફરી ભથ્થું (TA), ઘરભાડા ભથ્થું(HRA), બેઝિક પગારને ફિટમેન્ટ ફેક્ટર 2.57થી ગુણીને કાઢવામાં આવે છે. દાખલા તરીકે જો કોઈ કેન્દ્રીય કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા હોય તો ભથ્થાને બાદ કરતા તેનો પગાર 18,000 X 2.57= 46,260 રૂપિયા થાય. જો ફિટમેન્ટ ફેક્ટર 3 થાય તો ચોક્કસપણે તેનો ફાયદો મળશે. કર્મચારીઓ લાંબા સમયથી માંગણી કરી રહ્યા છે કે ફિટમેન્ટ ફેક્ટરને વધારવામાં આવે. 


ભથ્થાની ગણતરી
ભથ્થા વગર જ્યારે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર નક્કી કરવામાં આવે છે તો ત્યારબાદ તમામ પ્રકારના ભથ્થાને જોડવામાં આવે છે. જેમ કે DA, TA, HRA. કેન્દ્રીય કર્મચારીઓને DA મોંઘવારીથી થનારા નુકસાનથી બચાવવા માટે આપવામાં આવે છે.  જે વર્ષમાં બેવાર નક્કી કરવામાં આવે છે. પહેલીવાર જાન્યુઆરીથી જૂન દરમિયાન અને બીજીવાર જુલાઈથી ડિસેમ્બરના સમયગાળા માટે નક્કી થાય છે. 


3 ટકા વધી શકે ડીએ
સરકાર વર્ષના પહેલા 6 મહિનાની મોંઘવારીની સરેરાશ કાઢે છે જેમાં જાન્યુઆરીથી જૂનને કાઉન્ટ કરાય છે. ત્યારબાદ બીજા ત્રિમાસિકમાં મોંઘવારીની સરેરાશ કાઢવામાં આવે છે. આ આધાર પર ડીએમાં વધારો કરવામાં આવે છે. ડીએ હંમેશા સરેરાશ મોંઘવારી કરતા વધુ હોય છે. હાલ AICPI ઈન્ડેક્સ 139.4 અંક પર છે. આથી એવો અંદાજો કાઢવામાં આવી રહ્યો છે કે જુલાઈ 2024માં મોંઘવારી ભથ્થું 3 ટકા વધી શકે છે. ડીએમાં વધારા બાદ TA તે આધારે વધે છે. DA માં વધારો TA સાથે પણ લિંક્ડ છે. એ જ રીતે HRA પણ નક્કી થાય છે. તમામ ભથ્થાની ગણતરી થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓના માસક પગાર તૈયાર થાય છે.