નવી દિલ્હીઃ 7th Pay Commission: ખરાબ હવામાનને કારણે શાકભાજી મોંઘા થયા, જેની અસર મોંઘવારી દર પર પડી છે. મોંઘવાર વધવાથી સરકાર પર મોંઘવારી ભથ્થું વધારવાનો દબાવ વધવા લાગ્યો છે. એવી આશા છે કે સરકાર મોંઘવારી ભથ્થું 3 ટકા વધારી 45 ટકા કરી શકે છે. ડીએમાં વધારાની જાહેરાત જલદી થવાની સંભાવના છે, જે 1 જુલાઈ 2023થી લાગૂ માનવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 ટકા વધી શકે છે DA
હકીકતમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું બે વખત જાન્યુઆરી અને જુલાઈમાં વધારવામાં આવે છે. ડીઓમાં વધારાની માત્રા શ્રમ વિભાગના જારી એઆઈસીપીઆઈ ઈન્ડેક્સના આંકડા પર નિર્ભર કરે છે, જે દર મહિને જાહેર કરવામાં આવે છે. પરંતુ ડીએ માટે દર છ મહિનામાં ડેટાની સમીક્ષા કરવામાં આવે છે. આ ડેટાના આધાર પર પ્રથમ વધારો જાન્યુઆરીમાં અને બીજો જુલાઈમાં થાય છે. 


આ પણ વાંચોઃ Loan EMI: આ સરકારી બેન્કે ગ્રાહકોને આપી ભેટ, Home-Car લોનના વ્યાજદરમાં કર્યો ઘટાડો


DA વધીને થઈ જશે 45%
જૂન સુધીના આંકડા જારી થયા બાદ ડીએમાં 3 ટકાનો વધારો નક્કી માનવામાં આવે છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે સરકાર સક્ષાબંધનથી દિવાળી વચ્ચે ગમે ત્યારે ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે. વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 42 ટકા છે, જે જાન્યુઆરીથી જૂન 2023 સુધી લાગૂ છે. આગામી ડીએ જુલાઈથી ડિસેમ્બર 2023 માટે લાગૂ થવાનું છે. આ વર્ષમાં બીજીવાર વધારો થશે. 


સપ્ટેમ્બરમાં વધી શકે છે ડીએ
આશા છે કે સપ્ટેમ્બરમાં ડીએમાં 3 ટકાનો વધારો થઈ શકે છે, ત્યારબાદ કર્મચારીઓનું ડીએ વધી 45 ટકા થઈ જશે. તેને 1 જુલાઈ 2023થી લાગૂ થશે, તેવામાં બે મહિનાનું એરિયર પણ આપવામાં આવશે. તેનાથી 1 કરોડ કર્મચારીઓ-પેન્શનરોને ફાયદો થશે. આ પહેલા માર્ચ 2023માં ડીએ વધારી 42 ટકા કરવામાં આવ્યું હતું. 


આ પણ વાંચોઃ ₹1 લાખના રોકાણ પર ₹34 લાખનું રિટર્ન, 100 રૂપિયાથી ઓછો છે શેરનો ભાવ


મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રા પ્રમાણે 2023 માટે સીપીઆઈ-આઈડબ્લ્યૂ 31 જુલાઈ 2023ના જારી કરવામાં આવ્યો હતો. કર્મચારી મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાની માંગ કરી રહ્યાં છે. પરંતુ ડીએમાં વધારો 3 ટકાથી થોડો વધુ થાય છે. સરકાર દશકમાં ડીએ નહીં વધારે., તેથી ડીએમાં 3 ટકાનો વધારો થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube