Karnataka Government Employees: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યા બાદ હવે કર્ણાટક સરકારે કર્મચારીઓને રાહત આપતા મોટી ભેટ આપી છે. કર્ણાટક સરકારે સરકારી કર્મચારીઓને 17 હજાર કરોડ રૂપિયાથી વધુની ભેટ આપી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પ્રદેશ સરકારે સાતમા પગાર પંચની ભલામણો લાગૂ કરવાનો નિર્ણય લેતા કર્મચારીના પગારમાં વધારાનો રસ્તો સાફ કર્યો છે. એવું કહેવાય છે કે મંગળવારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિધાનસભામાં તે અંગે જાહેરાત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પગારમાં આવશે ઉછાળો
કર્ણાટક મંત્રીમંડળે સોમવારે સાતમા પગાર પંચની ભલામણોને એક ઓગસ્ટથી લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના સાત લાખથી વધુ કર્મચારીઓને લાભ મળશે. સરકારના નિર્ણયથી મૂળ પગારમાં 27.5 ટકાનો વધારો થશે. જ્યારે સરકારી ખજાના પર વાર્ષિક 17,440.15 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડવાનો અંદાજ છે. 


કેટલો વધશે પગાર
વાત જાણે એમ છે કે કર્ણાટક સરકારના કર્મચારીઓએ ઓગસ્ટમાં અનિશ્ચિતકાળની હડતાળ પર જવાની જાહેરાત કરી હતી. જેના કરાણે સરકાર પર પગાર વધારવાનું દબાણ હતું. આ અગાઉ કર્મચારીઓને થોડી રાહત આપતા તત્કાલિન મુખ્યમંત્રી બસવરાજ બોમ્બઈએ માર્ચ 2023માં પગારમાં વચગાળાની રીતે 17 ટકાનો વધારો કર્યો હતો. હવે સિદ્ધારમૈયા સરકાર 10.5 ટકાનો વધારો કરી શકે છે. સરકારી સૂત્રોનું માનીએ તો સાતમા પગાર પંચની ભલામણો હેઠળ કર્મચારીઓને મૂળ પગાર પર કુલ 27.5 ટકાનો વધારો થશે. 


7 લાખ કર્મચારીઓને ફાયદો
આંકડા મુજબ સરકારની અધિકૃત જાહેરાત બાદ કર્ણાટકના સાત લાખથી વધુ સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થશે. કર્ણાટક મંત્રીમંડળે સોમવારે સાતમા પગાર પંચની ભલામણો એક ઓગસ્ટથી લાગૂ કરવાનો નિર્ણય લીધો. એવું મનાઈ રહ્યું છે કે સરકાર તરફથી તેની અધિકૃત જાહેરાત મુખ્યમંત્રી સિદ્ધારમૈયા મંગળવારે વિધાનસભામાં કરી શકે છે. પૂર્વ મુખ્ય સચિવ કે સુધાકર રાવની અધ્યક્ષતાવાળા સાતમા પગાર પંચે સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં 27.5 ટકાના વધારાની ભલામણ કરી છે. 


સરકારી ખજાના પર પડશે બોજો
સરકારના આ પગલાથી રાજ્ય સરકારના સાત લાખથી વધુ કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે. જેનાથી સરકારી ખજાના પર વાર્ષિક 17,440.15 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે. સરકારી કર્મચારીઓને હવે સરકાર તરફથી જાહેરાતનો ઈન્તેજાર છે. આ નિર્ણય બાદ તેમના પગારમાં મોટો વધારો થશે. 


બજેટમાં આઠમા પગાર પંચની જાહેરાત થઈ શકે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતે બજેટમાં આઠમા પગાર પંચ સંલગ્ન નિર્ણય કરી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને આશા છે કે નાણામંત્રી આ વખતે બજેટમાં તેમને મોટી ભેટ આપી શકે છે. કેન્દ્રીય  કર્મચારીઓના બેઝિક પગાર, ભથ્થા, પેન્શન, અને બીજી સુવિધાઓને સંશોધિત કરવા માટે આઠમા પગાર પંચની માંગણી થઈ રહી છે. સરકાર જો આઠમાં પગાર પંચની ભલામણોને મંજૂરી આપી દે તો તેનો ફાયદો એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શન ધારકોને થશે.