જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી હોવ કે તમારા પરિવારમાં કોઈ કેન્દ્રીય કર્મચારી હોય તો આ સમાચાર તમારા કામના છે. પહેલા એવી આશા વ્યક્ત કરાઈ રહી હતી કે કેન્દ્રીય કર્મચારીઓને 1 જુલાઈથી લાગૂ થનારો મોંઘવારી ભથ્થા વધારાની જાહેરાત સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામા થશે. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો થઈ રહ્યો છે કે ડીએ વધારો ચૂંટણીની આસપાસ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોનો દાવો છે કે સરકાર હરિયાણા વિધાનસભા ચૂંટણી નજીક આવે ત્યારે ડીએ વધારા અંગે જાહેરાત કરી શકે છે. સરકારને આશા છે કે તે સમયે ડીએ વધારવાથી ફાયદો થઈ શકે છે. હરિયાણામાં 5 ઓક્ટોબરના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. 


જો છેલ્લા કેટલાક વર્ષોનો ડીએ હાઈકનો ઈતિહાસ જોઈએ તો ડીએ વધારવાી જાહેરાત દર વર્ષે દિવાળીના એક અઠવાડિયા પહેલા કે 15 દિવસ પહેલા કરવામાં આવતી. પરંતુ આ વખતે ચૂંટણીના કારણે જલદી થઈ શકે છે. કેન્દ્ર સરકાર તરફથી સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કર્મચારીઓ તથા પેન્શનર્સ માટે ડીએ વધારાની જાહેરાત કરવામાં આવી શકે. આ વખતે રિટાયર્ડ કર્મચારીઓ અને પેન્શનર્સને ડીએ અને ડીઆરમાં 4 ટકા સુધીનો હાઈક જોવા મળી શકે છે. જો વિધાનસભા ચૂંટણી ઓક્ટોબરની શરૂઆતમાં ન હોત તો ડીએની જાહેરાત કદાચ ઓક્ટોબરમાં થાત. અત્રે જણાવવાનું કે સરકાર તરફથી દર વર્ષે બે વખત ડીએ વધારાની જાહેરાત કરવામાં આવે છે. 


સામાન્ય રીતે દિવાળીની આસપાસ ડીએની થાય છે જાહેરાત
સામાન્ય રીતે જુલાઈના ડીએની જાહેરાત દિવાળી આસપાસ અને જાન્યુઆરીના ડીએની જાહેરાત માર્ચ મહિનામાં થતી હોય છે. જો ડીએ અંગે સપ્ટેમ્બરના અંત સુધીમાં જાહેરાત થાય તો કર્મચારીઓ અને પેન્શનર્સ ઓક્ટોબર મહિનાના પગાર/પેન્શનમાં વધારો લાગૂ થવાની આશા કરી શકે છે. તેનો સીધો અર્થ એ થયો કે કર્મચારીઓને ત્રણ મહિના એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર સુધીનું એરિયર પણ મળશે. આ વખતે ડીએમાં વધારો 3થી 4 ટકા વચ્ચે રહેવાનું અનુમાન છે. મોંઘવારી ભથ્થા સંબંધિત સરકારી વિભાગોમાં કામ કરનારા કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી રાહત માટે અપાય છે. ડીએની ગણતરી AICPI ઈન્ડેક્ટને આધારે કરાય છે. 


કેવી રીતે થાય છે DAની ગણતરી
ડીએ હાઈકની ગણતરી પહેલા બેઝ યર 2001 સાથે consumer price index ના આધારે થતી હતી. ત્યારબાદ સરકારે સપ્ટેમ્બર 2020થી ડીએની ગણતરી માટે બેઝ યર 2016 સાથે નવા કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સને બદલી નાખ્યા. ડિસેમ્બર 2023થી જૂન 2024 સુધી સીપીઆઈ-આઈડબલ્યુ 138.8 થી વધારી 141.4 થઈ ગયો છે. તેમાં 2.6 અંકનો વધારો કરાયો છે. તેના પરિણામ સ્વરૂપ ડીએ હાઈકની ટકાવારી 50.28% થી વધારીને 53.36% થવાની સંભાવના છે.