7th Pay Commission DA Hike: તહેવારોની સીઝન દરમિયાન કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનર્સને ડીએ અને ડીઆરમાં વધારાનો ઈન્તેજાર છે. એવી આશા વ્યક્ત થઈ રહી છે કે સરકાર દશેરાની આજુબાજુ કેબિનેટની બેઠકમાં 3 ટકા મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી શકે છે. કેન્દ્ર સરકારની જાહેરાત પહેલા કેટલાક રાજ્યોમાં કર્મચારીઓના ડીએ પર નિર્ણય કરી દેવાયો છે. તમિલનાડુના 1700 આવિન કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારી દેવાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

34 ટકાથી વધીને 38 ટકા થયું
દૂધ અને ડેરી વિકાસ મંત્રી મનો થંગરાજે જાણકારી આપતા કહ્યું કે રાજ્યના 1700 આવિન કર્મચારીઓ માટે 4 ટકા મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું છે. ત્યારબાદ ડીએ હાલના 34 ટકાથી વધારીને 38 ટકા કરાયું છે. અત્રે જણાવવાનું કે આવિન (Aavin) તમિલનાડુ રાજ્યનું સૌથી મોટું કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન છે. તેનું સ્વામિત્વ સરકાર પાસે છે. સાઉથ ઈન્ડિયામાં તેનો નોર્થમાં જેમ અમૂલનો છે તેવો દબદબો છે. અહીં તેની ડેરી પ્રોડક્ટ્સ ખુબ પસંદ કરવામાં આવે છે. 


1700 આવિન કર્મચારીઓને ફાયદો
મનો થંગરાજે કહ્યું કે સરકારના ડીએમાં વધારાના નિર્ણયથી 1700 આવિન કર્મચારીઓને ફાયદો થશે. તે પહેલા તમિલનાડુ સહકારી દુધ ઉત્પાદક મહાસંઘ (Tamil Nadu Cooperative Milk Producers Federation) અને છ જિલ્લા યુનિયન સાથે કામ કરનારા કર્મચારીઓને 38%ના દરથી ડીએ મળતું હતું. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં કામ કરતા કર્મચારીઓને 34% ભથ્થું આપવામાં આતું હતું. 


વાર્ષિક ખર્ચમાં 3.18 કરોડ રૂપિયાનો વધારો
કર્મચારીઓ તરફથી સતત માંગણી થયા બાદ સરકારે પણ તમામ આવિન કર્મચારીઓ માટે ડીએનો એક સમાન દર 38% કરી દીધો છે. આ પગલાં બાદ સરકારના વાર્ષિક ખર્ચમાં 3.18 કરોડ રૂપિયાનો વધારો થવાની આશા છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર તરફથી જલદી ડીએ હાઈકની જાહેરાત થવાની છે. એવી આશા છે કે સરકર હાલના 42 ટકાથી વધારીને ડીએને 45 ટકા કરી શકે છે. જો કે કર્મચારીઓ 4 ટકા ડીએ વધારવાની માંગણી કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube