રાજ્યસભાના સભાપતિની મોટી કાર્યવાહી, હંગામો મચાવનારા 8 સાંસદ સસ્પેન્ડ
રાજ્યસભામાં હંગામો મચાવનારા આઠ સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયન, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ સામેલ છે.
નવી દિલ્હી: રાજ્યસભા (Rajya Sabha) માં હંગામો મચાવનારા આઠ સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયન, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ (Sanjay Singh) પણ સામેલ છે. આ ઉપરાંત રાજૂ સાતવ, કે કે રાગેશ, રિપુન બોરા, ડોલા સેન, સૈયદ નઝીર હુસૈન, અને એલમરામ કરીમને પણ સમગ્ર એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુએ જેવી આ આઠ સાંસદોને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી કે વિપક્ષી દળોના સભ્યોએ ઉપલા ગૃહમાં ફરીથી હંગામો શરૂ કરી દીધો. ત્યારબાદ બેઠક થોડીવાર માટે સ્થગિત કરાઈ.
વિપક્ષ નંબર જોતું રહ્યું અને ધ્વનિમતથી પાસ થઈ ગયું કૃષિ બિલ, આખરે આજે ગૃહમાં શું થયું?
રાજનાથ સિંહ બોલ્યા- રાજ્યસભામાં કૃષિ બિલ પર ચર્ચા દરમિયાન જે થયું તે દુખદ અને શરમજનક
કોરોનાકાળમાં આ રાજ્યોમાં આજથી શાળાઓ શરૂ, બાળકોને મોકલતા પહેલા જાણી લો નિયમ
નોંધનીય છે કે રાજ્યસભામાં રવિવારે કૃષિ બિલો પર ચર્ચા દરમિયાન ખુબ હોબાળો જોવા મળ્યો હતો. ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયન સભાપતિના આસનની નજીક ગયા અને કાળો કાયદો ગણાવીને રૂલ બુક ફાડી નાખી હતી. તેઓ એવું કહેતા પણ સાંભળવા મળ્યા હતાં કે તમે આમ કરી શકો નહીં. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ વેલમાં જોવા મળ્યા હતાં. નારેબાજી થઈ હતી. ઉપસભાપતિ હરિવંશ આ સાંસદોને કોરોના વાયરસની યાદ અપાવતા રહ્યા પરંતુ કોઈએ ન સાંભળ્યું. હોબાળો એટલો વધી ગયો કે માર્શલે હસ્તક્ષેપ કરવો પડ્યો અને ત્યારબાદ સદનની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube