નવી દિલ્હીઃ દેશભરમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો રૂ.100ની આસપાસ પહોંચી ગયા છે ત્યારે હવે સરકારે બીજા દેશોમાંથી ડુંગળી આયાત કરીને લોકોને રાહત આપવાનું આયોજન કર્યું છે. 200 ટન ડુંગળી ભારતના વિવિધ બંદરો પર પહોંચી ગઈ છે અને હજુ 3000 ટન ડુંગળી માર્ગમાં છે. કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું કે, 80 કન્ટેનરમાં 2500 ટન ડુંગળી અગાઉ ભારતીય બંદરો પર પહોંચી ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના મિત્ર રાજ્યો દ્વારા આ ડુંગળી મોકલવામાં આવી છે. ઈજિપ્ત દ્વારા 70 કન્ટેનર અને નેધરલેન્ડ્સ દ્વારા ડુંગળીના 10 કન્ટેનર મોકલવામાં આવ્યા છે. બીજી 3000 ટન ડુંગળી 100 કન્ટેનર દ્વારા સમુદ્ર માર્ગે આવી રહી છે, જેના કારણે લોકોને ડુંગળીના ઊંચે પહોંચી ગયેલા ભાવમાં રાહત મળે તેવી સંભાવના છે. 


અનિયમિત વરસાદના કારણે ડુંગળીના પુરવઠામાં ઘટાડો થયો છે. ભારતમાં આ વર્ષે 30થી 40 ટકા ડુંગળીનું ઓછું ઉત્પાદન થયું છે. ભારતમાં સર્જાયેલી ડુંગળીની અછતને પગલે અફઘાનિસ્તાન, ઈજિપ્ત, તુર્કી અને ઈરાને ભારતને ડુંગળી આપવાનું આશ્વાસન આપ્યું છે. ભારત સરકાર ડુંગળીની આયાતના નિયમોમાં પણ છુટછાટ ચાલુ રાખી છે. 


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....