નવી દિલ્હીઃ લૉકજાઉન દરમિયાન પ્રવાસી મજૂરોની સમસ્યા સરકાર માટે સૌથી મોટી મુશ્કેલી રહી છે. ખાસ કરીને તેને ઘરે પહોંચાડવા માટે અત્યાર સુધી ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. રાજ્ય સરકારે બસની વ્યવસ્થા કરી તો બોર્ડરની અંદર પ્રવેશવાની મુશ્કેલી થઈ અને જો મજૂરોએ ચાલીને જવાનો પ્રયાસ કર્યો તો કાયદો-વ્યવસ્થા ખરાબ તો થઈ હતી, સાથે તેમનો જીવ પણ જોખમમાં રહ્યો હતો. આખરે કેન્દ્ર સરકારે સ્પેશિયલ ટ્રેન ચલાવીને મજૂરોને ઘરે જવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ લગભગ 20 દિવસમાં ટ્રેન યાત્રા દરમિયાન 80 લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવે અધિકારીઓએ આ સંબંધમાં એક ડેટા શેર કરતા કહ્યુ, અત્યાર સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં 80 મજૂરોના મોત થયા છે. જેમાંથી એક વ્યક્તિનું મોત કોરોના વાયરસને કારણે થયું છે. તો 11 અન્ય લોકોના મોત પહેલાથી થયેલી કોઈ બીમારીને કારણે થયા છે. રેલવે અધિકારી પ્રમાણે આ ડેટા 9-27 મે વચ્ચેનો છે. 


ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં શ્રમિક ટ્રેનોના રસ્તા ભટકવાના સમાચાર આવ્યા હતા, ત્યારબાદ મજૂરોની ચિંતા વધી ગઈ હતી. ઘણી ટ્રેન એવી પણ છે જે એક દિવસની સફર ચાર-પાંચ દિવસમાં પૂરી કરી રહી છે, જેને લઈને સતત મીડિયામાં સમાચારો આવતા રહે છે. 


સરકાર 2.0નું એક વર્ષ- નિર્વિવાદ નેતા, નબળો વિપક્ષ અને મજબૂત બનતી ગઈ બ્રાન્ડ મોદી 


આ પહેલા રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ તરફથી શ્રમિક ટ્રેનોમાં મજૂરોની મુશ્કેલીના મુદ્દા પર રેલવેને નોટિસ ફટકારવામાં આવી હતી. માનવાધિકાર આયોગ તરફથી ગુજરાત, બિહારના ચીફ સેક્રેટરીને પણ નોટિસ પાઠવવામાં આવી હતી. આ સિવાય કેન્દ્રીય ગૃહ મંત્રાલય, રેલવે બોર્ડના ચેરમેનને પણ નોટિસ ફટકારવામા આવી હતી. 


આ સિવાય ટ્રેનમાં પાણી, ભોજન અને જરૂરી સામાનની કમીને કારણે થઈ રહેલા શ્રમિકોના મોત કે બીમારીને લઈને પણ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ નોટિસ ફટકારી ચુક્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર