હાપુડ: ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં રવિવાર મોડી રાત્રે એક દૂર્ઘટના માર્ગ અકસ્માતમાં 9 લોકોનું સ્થળ પર જ મોત નિપજ્યુ છે. દૂર્ધટના સાદિકપુર ગામના હાફિઝપુર સ્ટેશન વિસ્તારની છે. અહીં એક પૂરપાટ ઝડપે અજાણ્યા વાહને મહિન્દ્રા પિકઅપ વાનને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર લાગવાથી પીકએપ વાનમાં સવાર લોકો રસ્તા પર ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા. બધી તરફથી લોકોએ બૂમ પાડવાનું શરૂ કર્યું. ઇજાગ્રસ્તોની બૂમો સાંભળી આસપાસના લોકો ઘરથી બહાર દોડી આવ્યા હતા. દુર્ઘટનામાં મોતને ભેટનાર સૌથી વધુ બાળકો છે. સાથે જ 15થી વધારે લોકો ઘાયલ પણ થયા છે. જેમાં લગભગ 9 લોકો મેરઠ ખસેડવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ચંદ્રયાન-2 લોન્ચિંગ: મિશનની આ 15 મિનિટ સૌથી કપરો સમય, બધાના શ્વાસ અધ્ધર થઈ જશે


એવું કહેવામાં આવ્યું છે કે, બધા લોકો થાના ધોલના વિસ્તારના ગામ સોલપુર કોટલાના રહેવાસીઓ છે. આ બધા હાપુડના વંશ ગાર્ડનમાં લગ્ન પ્રસંગે જમણવાર બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતા. ઇજાગ્રસ્તોને માર્ગ પર દોઇ ગ્રામીણોના હોશ ઉડી ગયા હતા. ગ્રામીણોએ ઘટનાની જાણકારી આપવા માટે એસએચઓ તેમજ એસપીને પણ ફોન કર્યો હતો. પરંતુ રિંગ વાગતી રહી અધિકારીઓએ ફોન ઉઠાવ્યો નહીં. રસ્તા પર ઘયાલ લોકો પીડાતા રહ્યાં. સ્થળ પર હાજર ગ્રામીણોએ રેસ્ક્યૂ કરી ઘાયલોને તાત્કાલીક હોસ્પિટલ પહોંચડ્યા હતા.


વધુમાં વાંચો:- કર્ણાટક: બળવાખોર MLAs બોલ્યા- CM બનાવી શકે છે બીમારીનું બહાનું, કોર્ટ આજે ફ્લોર ટેસ્ટનો આદેશ આપે


મોડી રાતથી બચાવ કાર્યમાં વિલંબ થવાથી મોતનો આંકડો વધી ગયો છે. જો કે, અધિકારી જ્યાં સુધી સ્થળ પર પહોંચ્યા ત્યાં સુધી ગ્રામીણોએ રેસ્ક્યૂ કરી ઘાયલ તેમજ મૃતકોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઘટનાના થોડા સમય પછી વરિષ્ઠ અધિકારી તેમજ પોલીસ સ્ટેશનનો કાફલો હોસ્પિટલ પહોંચી ગયો હતો. જેમની હાલત નાજુક હી, તેમને મેરઠ સારવાર માટે ખસેડવામાં આવ્યા અને મૃતકોના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલવાની તૈયારી કરવામાં આવી છે. બીજી બાજુ, લોકો તેમના પરિવારોની સ્થિતિ શોધવા માટે હોસ્પિટલમાં પણ આવ્યા.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...