મેંગલુરૂઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર બન્યા બાદ રાજ્યની રાજનીતિમાં મજબૂત પકડ રાખનારા પૂર્વ સીએમ સિદ્ધારમૈયાનું નારાજ થવું સીએમ એચડી કુમારસ્વામી માટે ભારે પડી શકે છે. રાજકીય ગલિયારામાં તો તે પણ ચર્ચા છે કે 5 જુલાઈએ આવનારા બજેટ પહેલા જ કુમારસ્વામીની ખુરશી હલી શકે છે. હવે સમાચાર આવી રહ્યાં છે કે અસંતુષ્ટ સિદ્ધારમૈયાને મળવા માટે એક મંત્રી સહિત કોંગ્રેસના 9 ધારાસભ્યો દક્ષિણ કન્નડા જિલ્લાના બેલતાનગડી પહોંચી રહ્યાં છે. પૂર્વ સીએમના વલણને જોતા માનવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં રાજ્યની રાનીતિમાં કંઇક અપસેટ જોવા મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા કેટલાક દિવસોથી સિદ્ધારમૈયા સતત સીએમ કુમારસ્વામીને લઈને પોતાનો અસંતોષ વ્યક્ત કરી રહ્યાં છે. તેનાથી ન માત્ર જેડીએસના ધારાસભ્યોમાં રોષ વધી રહ્યો છે પરંતુ કોંગ્રેસના પણ ઘણા નેતાઓમાં અસંતોષ ફેલાઇ રહ્યો છે. 


કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયા જે જેડીએસ-કોંગ્રેસ સમન્વય સમિતિના અધ્યક્ષ પણ છે. તેમનું કહેવું છે કે, તે આ સમયે સંપૂર્ણ રજા પર છે અને પોતાની સારવાર દરમિયાન ફોન પણ ઉપાડતા નથી. તેમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેમની પોતાના વિશ્વસનીય એસટી સોમશેખર, બી સુરેશ અને એન મુનિરત્ન સાથે સતત વાતચીત જારી છે. 


કર્ણાટકની ગઠબંધન સરકાર પોતાના જ મંત્રીઓ અને ધારાસભ્યોની નારાજગીને કારણે વાવાઝોડામાં ફસાતી દેખાઈ રહી છે. બીજીતરફ કોંગ્રેસના અસંતુષ્ઠ નેતાઓ તરફથી વાતચીતનો પ્રયાસ દેખાતો નથી. કર્ણાટક સરકાર માટે સૌથી મોટી મુશ્કેલી તે પણ છે કે કોંગ્રેસના નારાજ નેતાઓ સરકાર પાડવા માટે ભાજપનો સંપર્ક કરી રહ્યાં છે. હવે અસંતુષ્ટ પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા સાથે વિધાસભ્યોની મુલાકાતના સમાચાર સામે આવ્યા બાદ ગઠબંધન સરકારની મુશ્કેલી વધુ વધી શકે છે.