રાજકોટ : મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વીડિયો કોન્ફરન્સની મદદથી રાજકોટમાં નિર્મિત ભારતનું પ્રથમ સ્વદેશી સીમ સીલિંગ મશીન લોન્ચ કર્યું હતું. રાજકોટની વધારે એક કંપનીએ સમગ્ર ભારતને ગૌરવ થાય તેવું કામ કર્યું છે. રાજકોટ ખાતે મેક ઇન ઇન્ડિયા મશીન તૈયાર કરવામાં આવતા હાલનાં કોરોના વાયરસનાં સંક્રમણ સામે સુરક્ષા કવચ એવી PPE કીટ સીલિંગથી 100 ટકા સુરક્ષિત બની રહી છે. તે જાણીને તેમણે ઉત્પાદનકર્તા તેમજ IMA રાજકોટનાં ડોક્ટર્સને આ સંશોધન માટે અભિનંદન પાઠવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશથી આવી રહેલા નાગરિકોને ઘરે નહી જવા દેવાય, 14 દિવસ સંસ્થાગત ક્વોરન્ટાઇન કરાશે

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ મશીન આયાત કરવું પડતું હતું. હોટ એર સીમ સીલિંગ મશીન રાજકોટમાં તૈયાર કરવામાં આવ્યું છે. જેની કિંમત પણ ખુબ વધારે હોવા ઉપરાંત તે 3થી 4 મહિના પછી ડિલીવરી થતી હોય છે. પીપીઇ કીટ સીલિંગ માટે સ્વદેશી મશીનનું નિર્માણ રાજકોટમાં ખુબ જ ટુંકા ગાળામાં કરવામાં આવ્યું છે.


કોરોનાની ખેર નહી: ગુજરાત સરકાર દ્વારા સ્પેશ્યલ પ્લેન દ્વારા મંગાવવામાં આવી દવા

આઇએમએ રાજકોટનાં કોરોના ટાસ્ટ ફોર્સનાં ડોક્ટરોનાં જણાવ્યા અનુસાર, પીપીઇ કીટના સિલાઇના ભાગને સીલ કરવો જરૂરી હોય છે. નહી તો હવા દ્વારા આ વાયરસ અંદર પ્રવેશી જાય છે. આ સીલિંગ મશીનથી સીલ કરવામાં આવ્યા બાદ તે એર અને વોટરપ્રુફ બની જાય છે. જેથી તેમાં વાયરસના જવાની શક્યતા નહીવત્ત રહે છે. જેથી પીપીઇ કીટ માટે આ મશીન ખુબ જ મહત્વનું સાબિત થાય છે.


અમદાવાદમાં ફરી એકવાર નોટબંધી: 15 મેથી તમામ દુકાનો પર ઓનલાઇન પેમેન્ટ ફરજીયાત

કોરોના સામે બાથ ભીડવા માટે તબીબો અને પેરામેડિકલ સ્ટાફે પૂર્ણતયે સુરક્ષીત રાખવા માટે દેશમાં આ પ્રયોગ ગુજરાતનું નવું સિમાચિન્હ બનશે. પીપીઇ કીટ તૈયાર કરવા માટે 2 MM નો દોરો તથા 0.5 MM સાઇઝની સોયનો ઉપયોગ કરવામાં આવે છે. ખુબ જ નાનું સ્ટિચિંગ હોવાનાં કારણે આ કીટમાં કોઇ પ્રવાહી પ્રવેશી શકતું નથી. જો કે તેને એર ટાઇટ બનાવવા માટે સીલિંગ મશીન રાજકોટની એક કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે.


અમદાવાદમાં ગંભીર થતું કોરોનાનું સંકટ, રાજ્યમાં સ્થિતી પ્રમાણમાં સુધરી: જયંતિ રવિ

દેશમાં હોટ એર સીમ સિલીંગ મશીન પુરતું ઉપલબ્ધ થતું નથી અને વિદેશથી આયાત કરવા પડે છે. ચીન અને કોરિયાથી આયાત થતા મશીનની કિંમત 7થી8 લાખ અને ડિલીવરીનો સમયગાળો 12-13 અઠવાડીયા થઇ જાય છે. આ સ્થિતીના નિવારણ માટે ભારત આ પ્રકારનાં મશીન્સનું નિર્માણ 50 ટકા ઓછી કિંમતે આ મશીનનું નિર્માણ કરવામાં આવ્યું છે. માત્ર 20 દિવસનાં સમયમાં આ મશીનનું નિર્માણ કરવામાં આવ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube