અમદાવાદમાં ગંભીર થતું કોરોનાનું સંકટ, રાજ્યમાં સ્થિતી પ્રમાણમાં સુધરી: જયંતિ રવિ

ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 347 નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે ૨235 લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 20 લોકોનાં મોત નિપજ્યાં છે.
અમદાવાદમાં ગંભીર થતું કોરોનાનું સંકટ, રાજ્યમાં સ્થિતી પ્રમાણમાં સુધરી: જયંતિ રવિ

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 347 નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે ૨235 લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 20 લોકોનાં મોત નિપજ્યાં છે.

સુરતનો પિશાચી પિતા: ઉંઘવામાં ખલેલ પડતા ઉવેશ શેખે 8 મહિનાની દિકરીને મોતને ઘાટ ઉતારી
નવા નોંધાયેલા કેસની જિલ્લા અનુસાર વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 268 કેસ નોંધાયા હતા. વડોદરામાં 29, સુરતાં 18, ભાવનગરમાં 1, આણંદ 2, ભરૂચમાં 3, ગાંધીનગરમાં 10, પંચમહાલમાં 4, નર્મદામાં 1, મહેસાણામાં 2, જામનગરમાં 3, સાબરકાંઠા 3, અરવલ્લી 1, જૂનાગઢમાં 1 કેસ નોંધાયો છે. આ પ્રકારે કુલ 347 કેસ નોંધાયા હતા. આ પ્રાકરે કુલ 8542 દર્દીઓ પૈકી 31 હાલ વેન્ટિલેટર પર છે. જ્યારે 5218 સ્ટેબલ છે. 2780 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. 513 લોકોનાં મોત નિપજ્યાં છે. 

ગુજરાતમાં ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 116471 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 8542 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 107929 લોકો નેગેટિવ આવ્યા છે. કોરોના અંગેની વૈશ્વિક વાત કરીએ તો વિશ્વમાં કુલ 61578 નવા કેસ નોંધાયા છે, ભારતમાં 4213 નવા કેસ નોંધાયા અને ગુજરાતમાં 347 નવા કેસ નોંધાયા છે. આ પ્રકારે વિશ્વનાં કુલ 3917366 કુલ કેસ થયા છે. ભારતમાં 67152 કેસ અને ગુજરાતમાં 8542 કેસ નોંધાયા છે. આ પ્રકારે વિશ્વમાં નવા 8499 લોકોનાં મરણ થયા છે આ આંકડો ભારતમાં 97 અને ગુજરાતમાં 20 છે. આ પ્રકારે કોરોનાથી અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક વિશ્વમાં 274361 પર પહોંચ્યો છે, ભારતમાં 2206 અને ગુજરાતમાં 513 લોકોનાં મોત નિપજ્યાં છે.

આ ઉપરાંત 104 નંબરની હેલ્પ લાઇનમાં કોરોના રીલેટેડ કોલની સંખ્યા 99813 પર પહોંચી હતી જ્યારે તેમાં માનસિક સારવાર આપનારા વ્યક્તિની સંખ્યા 6750 પર પહોંચી છે. આ ઉપરાંત 109981 લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા છે. સરકારી ફેસિલિટીમાં 5847 લોકોને રખાયા છે. પ્રાઇવેટ ફેસિલીટીમાં 407 લોકોને રખાયા છે. આ પ્રકારે કુલ 116072 લોકો કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news